Vadodara

વડોદરા : ભારે વરસાદને કારણે વાલીઓએ શાળાઓમાં કરી દોડધામ, બાળકોને લેવા પહોંચ્યા

નવરચના ,અંબે સહિતની કેટલીક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ :

સોશિયલ મીડિયામાં 10 થી 11 કલાકે બાળકોને છોડી મુકવામાં આવશેનો મેસેજ ફરતો થયો :

( પ્રતિનિધિ ) વડોદરા,તા.29

વડોદરા શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતા બાળકોને સ્કૂલે મૂકી ઘરે પરત ફરેલા વાલીઓને ફરી સ્કૂલ ખાતે ધક્કો ખાવાની ફરજ પડી હતી. કેટલીક શાળાઓમાં બાળકોને વહેલા છોડી દેવામાં આવ્યા હતા,તો કેટલીક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. જ્યારે કેટલીક શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે.

( પ્રતિકાત્મક તસ્વીર )

વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગણતરીના સમયમાં જ શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યારે બાળકોની ચિંતા કરી વાલીઓએ સ્કૂલો ખાતે દોડધામ કરી મૂકી હતી. વડોદરા શહેરની કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય માંથી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા હતા. જ્યારે પ્રાઇવેટ સ્કુલ અમિત નગર સર્કલ ખાતે સવારે 9:15 કલાકે બાળકોને રજા આપી દેવાય હતી બીજી તરફ હરણી વિસ્તારમાં જ આવેલી અંબે, અશોકા સહિતની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.વંદના વિધ્યાલય બાપોદ જકાતનાકા પાસે સવાર પાળીને છોડી દેવાઇ હતી. જ્યારે માંજલપુર અંબે વિદ્યાલય અને સમા નવરચના વિદ્યાલયમાં વાલીઓના મોબાઈલ ફોન પર શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે તેઓ મેસેજ મોકલવામાં આવ્યો હતો.

Most Popular

To Top