Vadodara

વડોદરા : ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં વિશ્વામિત્રી પ્રોજેકટ કમિટીની બેઠક મળી,જાન્યુઆરીમાં પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા

વિશ્વામિત્રી નદીને ઊંડી કરો અને રીસેક્સનિંગ કરો તો તેનાથી લગભગ 50 ટકા જેટલી વહનશક્તિમાં વધારો થાય એટલે એની કેપેસિટી વધે. : બી.એન.નવલાવાલા

( પ્રતિનિધિ ) વડોદરા,તા.26

વિશ્વામિત્રી પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સામે રજૂ કર્યા બાદ તેને લીલી ઝંડી મળ્યા પછી નર્મદા ગેસ્ટ હાઉસ ખાતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કમિટીના અને સરકારના સચિવ બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં કમિટીના સભ્ય મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે બાબુભાઈ નવલવાલાએ માહિતી આપતા વિશ્વામિત્રી પ્રોજેક્ટનો રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ કર્યો છે. વડોદરામાં આવતા પૂરને લઈ પણ તેમણે જણાવ્યું કે પૂર આવે તો.પૂરને કેવી રીતે મેનેજ કરવુ તે રીતે પ્રયત્ન કરવામાં આવશે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં વડોદરાવાસીઓને સૌના સાથ અને સહકારની જરૂર છે તેમ જણાવ્યું હતું.

ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન.નવલાવાલાએ જણાવ્યું હતું કે, એમા મુખ્યત્વે એવું છે કે, કમિટીની અત્યાર સુધીની આ છેલ્લી મિટિંગ હતી. અગાઉની ચાર મિટિંગો દરમિયાન જે મંથન કર્યું છે. જેનો અભ્યાસ કરવામાં આવ્યો, જેમાં લિડિંગ સીટીઝન, એક્સપર્ટ, એનવાયરમેન્ટના જાણકાર એટલે એ બધાના સૂચનો અને એમણે જે વિચારો આપ્યા છે, તે બધાને ધ્યાનમાં લઈને કમિટીએ રેકમ્ડેશન તૈયાર કરેલા,આમાં બેઝિકલી અમે જે રાખેલું જે વસ્તુ જમીન પર છે, પ્રેક્ટિકલ છે, એવાજ રેકમ્ડેશન કરવા. એટલે એવા રેકમ્ડેશન બે કેટેગરીમાં વહેંચવામાં આવેલા છે. એક છે શોર્ટ ટર્મ અને બીજુ લોન્ગ ટર્મ , શોર્ટ ટર્મ એટલે કે, આવતા ચોમાસા પહેલા અથવા ત્યાં સુધીમા જે ઉપાયો કામો કરવા તે, અને લોન્ગ ટર્મમાં બે કે ત્રણ વર્ષના ગાળામાં એ મેઝર્સ અગાઉ ઉપાયોને અમલમાં લાવવા અથવા એનું કામ કરવું. શોર્ટ ટર્મમાં પહેલા તો એ આવે કે વિશ્વામિત્રી નદી જે આશરે 23 કે 25 કિમિ વડોદરામાં શહેરની સીમામાં વહે છે. બાકીની લગભગ 23 કિમિ ડાઉનસ્ટ્રીમમાં જાય છે. જ્યાં બે નદીઓ મળે છે. ઢાઢર અને બીજી, એમાં ઊંડું કરવું અને રીસેક્સનિંગ કરવું. એ કામ છે તે આવતા મેં 2025 સુધીમાં પુરા કરવા. એ કામ વીએમસી કરશે અને વડોદરા સીટીની બહાર સરકારી એજન્સી સિંચાઈ વિભાગ કરશે. સાથે સાથે કાંસ જે છે એ બધા ખોલીને એને ખુલ્લા કરવા, દબાણ છે એ ખસેડી નાંખવા, એટલે કે અડચણો દૂર કરવા. જે કાંઈ અડચણ અથવા પુરાણ થયું હોય એ બધું દૂર કરી એને ક્લિયર કરી નાખવા. ટૂંકમાં આમાં શુ થશે કે, વિશ્વામિત્રી નદીને ઊંડી કરો અને રીસેક્સનિંગ કરો તો તેનાથી લગભગ 50 ટકા જેટલી વહનશક્તિમાં વધારો થાય એટલે એની કેપેસિટી વધે. આજે વિશ્વમિત્રીની કેપેસિટી લગભગ 700 ક્યુમેક છે. અને જે આ વર્ષે ફ્લડ આવ્યું એ લગભગ 1550 ક્યુમેકનું હતું. હવે એ 700 વધીને 1100 થઈ જશે. એટલે લગભગ પચાસ ટકા જેટલા પુરના પાણીનું મેનેજ નદી મારફતે થઈ જાય. બાકી જે રહે તે કાંસ અને બીજા બધા જે નેચરલ વોટર કેરિયર્સ એમાં કરવું. હવે લાંબા ગાળામાં છે તો જે આજવા સરોવર છે. એમાંથી જે તળાવમાં પાણીનું લેવલ છે એ 208 થી નીચું કરીને 206 લાવવું એટલે એની કેરિંગ કેપેસિટી એટલે આઉટ ફૂટ કેપેસિટી વધારવી. એની સાથે સાથે ફ્લડ એબઝર્વ કેપેસિટી પણ વધે,કારણકે લેવલ નીચું હતું એટલે એટલું પાણી વધારે સંગ્રહ કરી શકાય એટલે એ પ્રમાણે પાણી પણ છોડી શકાય. નીચે વિયર બાંધવો એટલે એનું રેગ્યુલેશન પણ સારામાં સારું થાય. પ્રતાપપુરા અને આજવા આજવાનું મજબુતિકરણ કરીને એની જેટલી પણ કેપેસિટી વધે એટલી વધારવી કારણ કે આ બંને લેખ સરોવર છે લગભગ 90 થી 105 વર્ષ જૂના છે એટલે એને ધ્યાનમાં રાખતા આગળનું બધું વિશેષ જે એબેટમેન્ટ વધારી ના શકો અથવા એની કેપેસિટી વધારે રાખો જેટલું ટેકનિકલી શક્ય હોય એટલું કરવું અને એના માટે સેન્ટ્રલ વોટર કમિશન જે આ પાણીની બાબતમાં જે વોટર રિલેટેડ ટેકનિકલ મેટર્સમાં વિશ્વમાં નામના ધરાવે છે એને પણ કન્સન કરવામાં આવ્યું, અને એમના તરફથી એમના સિનિયર એન્જિનિયરો હતા એક્સપર્ટ અને આવી ગયા એ લોકોનો પણ રિપોર્ટ લેવામાં આવેલો છે અને એ લોકોની સલાહ સૂચન પ્રમાણે રેકમન્ડેશન તૈયાર થયા છે એટલે બધી બાજુએથી વિચાર કર્યો છે એવું નથી કે એક તરફી એક બાજુ રાખો નિર્ણયને. સૌથી અગત્યનું એ છે જે શોર્ટ ટર્મમાં વાત કરીએ એનું આધુનિકરણ થશે ટૂંકમાં ફ્લડ વોર્નિંગ સિસ્ટમ એ બહુ અગત્યની વસ્તુ છે કે પાણી આવતા પહેલા તમને અગાઉથી જાણ થઈ જાય તો નાગરિકો એ પ્રમાણે પગલાં લઈને પોતે સલામત સ્થળે ખસી શકે, પોતાનો સામાન ખસેડી લે અને એને જાનમાલનું નુકસાન સૌથી ઓછું કરી શકાય એટલે એ છે અંદર. બસ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અમે આશા રાખીએ છે કે, આવતા વર્ષે 2025 માં જાન્યુઆરી મહિનામાં લોન્ચ થઈ જાય તેવી શકયતા છે.

Most Popular

To Top