મતદાન જાગૃતિ અભિયાનમાં સરકારી શાળાના બાળકોનો ગેરકાયદેસર ઉપયોગ :
જીલ્લા ચુંટણી અધિકારી સગીર બાળકોનો મતદાન જાગૃતિ અભિયાનમાં દુરુપયોગ કરી સર્ક્યુલર વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હોવાના આક્ષેપ :
વડોદરા જીલ્લા ચુંટણી અધિકારી, જીલ્લા શિક્ષણાધિકારી, વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી, તેમજ જીલ્લા પ્રાથમિક શિક્ષણના શાસનાધિકારીએ ભેગા મળી લોકસભાની ચુંટણી માટે મતદાન જાગૃતિ અભિયાનની કામગીરીમાં સરકારી શાળાના સગીર બાળકોનો ગેરકાયદેસર ઉપયોગ કરવાની શરુ કરેલી કાર્યવાહી માટે તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી, સગીર બાળકોનો ચુંટણીમાં દુરુપયોગ રોકવાની માંગ સાથે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા ભારતીય ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના એડવોકેટ શૈલેષ અમીન દ્વારા ભારતીય ચૂંટણી પંચમાં કરેલી ફરિયામાં જણાવ્યું છે, કે વડોદરા જીલ્લા ચુંટણી અધિકારી અને જીલ્લા શિક્ષણાધિકારીએ ભેગા મળી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા સગીર બાળકો પાસે મતદાન જાગૃતિ અભિયાનની કાર્યવાહી કરાવાઈ રહી છે. સરકારી શાળાના સગીર બાળ વિદ્યાર્થીઓ પાસે હાથમાં પોસ્ટર પકડાવી જાહેરાત પણ કરાવી છે, તેમજ સરકારી શાળાના સગીર વિદ્યાર્થીઓને ચુંટણીના પાઠ ભણાવવાના ભાગ રૂપે ચુંટણી પંચની હેલ્પ લાઈન 1950 ની સમજ પણ આપવાનો પણ કાર્યક્રમ યોજાઈ ગયેલ છે ,તેમજ આગામી દિવસોમાં ચુંટણી ના પાઠ ભણાવવા મતદાન જાગૃતિ માટે ડ્રામા, વાર્તાલાપ, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કર્યું છે. આગામી દિવસોમાં સરકારી શાળાના સગીર વિદ્યાર્થીઓ પાસે સાયકલ રેલી, પગપાળા મતદાર જાગૃતિ રેલીનું પણ આયોજન કરાશે તેવી લેખિત જાહેરાત પણ થઈ ગઈ છે.
ભારતના ચુંટણી પંચે 1 લી મે, 2009 ના તમામ રાજ્યો અને યુનિયન ટેરીટરી ના ચીફ સેક્રેટરી અને તમામ રાજ્યો અને યુનિયન ટેરીટરી ના ચીફ ઈલેક્શન ઓફિસરને સર્ક્યુલર નં. 464/INST/2009/EPS મોકલી, ચાઈલ્ડ્ર લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 1986 મુજબ આખા દેશમાં 14 વર્ષથી નાના બાળકોનો ચુંટણીમાં ઉપયોગ કરવા માટે જીલ્લા ચુંટણી અધિકારી અને રિટર્નિંગ ઓફિસરને જવાબદાર ગણી શિસ્તભંગના પગલા ભરવામાં આવશે તેવું સ્પષ્ટ જાહેર કરેલું છે. તેમ છતાય વડોદરાના જીલ્લા ચુંટણી અધિકારી સગીર બાળકો નો મતદાન જાગૃતિ અભિયાનમાં દુરુપયોગ કરી સરેઆમ સર્ક્યુલર વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. ઈલેક્શન કમીશન ઓફ ઈન્ડિયા એ તા.5 ફેબ્રુઆરીના રોજ ક્રમાંક ECI/PN/11/2024 થી પ્રેસનોટ થકી Prohibition of Child participation in Election related activities જાહેર કરતા ટાંકેલું છે કે નામદાર મુંબઈ હાઈકોર્ટ દ્વારા 4 ઓગસ્ટ 2014 ના ચેતન રામલાલ ભુતાડિયા વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર ની 127/2012 ક્રમાંક ધરાવતી પી.આઈ.એલ.માં કરેલા હુકમ માં સગીર બાળકોનો ચુંટણીમાં ઉપયોગ નહિ કરવા જણાવ્યું છે.
સમગ્ર વડોદરા જીલ્લાના ચુંટણી અધિકારી કે જે સંપૂર્ણ વડોદરા લોકસભા તેમજ ભરૂચ લોકસભા અને છોટાઉદેપુર લોકસભાના મોટા ભાગો માટેની સંપૂર્ણ જવાબદારી ધરાવી સગીર બાળકોનો કાયદા વિરુદ્ધ અને ચુંટણી પંચના નિયમ વિરુદ્ધ બેદરકાર રહે તો ચુંટણી પ્રક્રિયા દરમ્યાન અફરાતફરી થવાની શક્યતાઓ રહે છે. 2015 ની સાલમાં વડોદરા શહેરના રાજકીય પક્ષ દ્વારા ચુંટણી ન હતી. ત્યારે વિદ્યાર્થીઓના ધરણા, આંદોલનમાં બેસાડેલા. ત્યારે એમની ઉપર પોલીસ ફરિયાદ કરેલી. જેનો કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે સરકારી શાળા ના સગીર બાળકો નો ચુંટણી સંબંધિત પ્રવૃત્તિ કરાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર કેમ ઉંધે છે..? અમારી માંગ છે કે વડોદરા જીલ્લા ચુંટણી અધિકારી, જીલ્લા શિક્ષણાધિકારી, નગર પ્રાથમિક શાળાના શાસનાધિકારીની જુવેનાઈલ જસ્ટ્રીસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, ૨૦૧૫, ચાઈલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૮૬, કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.