વડોદરા તારીખ 10
9 માર્ચના રોજ યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો શાનદાર વિજય થયો હતો. ત્યારે વડોદરા શહેરમાં રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર આવી ગયા હતા અને તિરંગા સાથે ભારત માતાકી જયના નારા લગાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. કેટલીક જગ્યા પર ફટાકડા ફોડીને પણ જીતની ખુશી ક્રિકેટ રશિયા દ્વારા કરાઈ હતી. ત્યારે માંડવી વિસ્તારમાં લોકો જીતની ખુશી માટે ભેગા થયા હતા તે દરમિયાન બે જૂથ વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. વાતાવરણ ઉગ્ર બનતા બંને જૂથના યુવા સામ સામે આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. જોકે અંતે પોલીસે મામલો થાળે પાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી માટે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. જેના કારણે વડોદરા સહિત સમગ્ર દેશમાં જશ્નના માહોલ જોવા મળ્યો હતો. હજારો લોકો હાથમાં તિરંગા લઈને મોડી રાત્રીના સમયે રોડ પર આવી ગયા હતા અને આતિશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. ભારત માતાકી જય સહિતના વિવિધ પ્રકારના નારાઓ પણ લોકોએ લગાવ્યા હતા. વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી માંડવી વિસ્તારમાં 9 માર્ચના રોજ રાત્રિના સમયે ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજેતા થયું હોય તેની ઉજવણી કરી રહ્યા હતા. તે દરમિયાન બે યુવકોના જૂથો વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી. થોડીવારમાં મામલો વધુ ગરમાતા બંને જૂથના યુવકો સામ સામે આવી ગયા હતા અને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. બંને જૂથ વચ્ચે થયેલી મારામારીના કારણે એક તબક્કે નાશ ભાગ મચી ગઈ હતી. મારામારી કરતા યુવકોનો કેટલાક લોકોએ વિડિયો પણ બનાવી લીધો હતો. ત્યારે પોલીસને આ ઘટના બાબતે જાણ થતા તુરંત દોડી આવી હતી અને મામલો થાળી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
