બિલ્ડર સંજય પટેલે તેની ઓફિસમાં અન્ય બિલ્ડરોને જુગાર રમવા બોલાવ્યાં, તાલુકા પોલીસે રેડ કરી, રોકડ રકમ અને 12 મોબાઇલ મળી રૂ. 3.30 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.3
વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં આવેલી ઓફિસમાં ચાલી રહેલા જુગારધામ પર તાલુકા પોલીસે રેડ કરી હતી. ત્યારે બિલ્ડર સંજય પટેલની ઓફિસમાં જુગાર રમતા 12 જેટલા બિલ્ડર સહિતના ખાનદાની નબીરા ઝડપાઇ ગયા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડ રકમ અને 12 મોબાઇલ મળી રૂ. 3.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં બીપીસી રોડ પર કિશન પેરેડાઇઝમાં રહેતા બિલ્ડર સંજય જમનાદાસ પટેલ (ઉં.વ.53)ની ભાયલી વિસ્તારમાં કિશન એલ્ટીશ નામની સાઇટ છે તેની ઓફિસમાં અન્ય બિલ્ડર સહિતના લોકોને બોલાવ્યા છે અને તમામ લોકો ભેગા મળીને ઓફિસમાં જુગાર રમે છે તેવી 2 ઓક્ટોબરના રોજ તાલુકા પોલીસની પેટ્રોલિંગમાં ફરતી ટીમને બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ વી એમ ટાંકની સુચના મુજબ ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે ઓફિસમાંથી જુગાર રમી રહેલા 12 જેટલા બિલ્ડરો ઝડપાઇ ગયા હતા. પોલીસ દ્વારા તમામ ખાનદાની નબીરાઓની અંગજડતી કરી હતી ત્યારે રોકડા રૂપિયા 1.50 લાખ અને 12 મોબાઇલ રૂ.1.80 લાખ મળી રૂ. 3.30 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બિલ્ડર સંજય પટેલને તેની ઓફિસમાં જુગાર રમવા દેવા બદલ કમિશન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
– જુગારીઓના નામ સરનામા
- અલ્પેશ ગોરધન નારિયા (રહે.કિશનવ એક્ઝોટીકા, સેવાસી વડોદરા)
- વિશાલ મોહન પટેલ (રહે. કિશન ફ્લેટ શ્રીનગર સોસાયટી અકોટા વડોદરા)
- સંજય જમનાદાસ પટેલ ( રહે.કિશન પેરેડાઇઝ, ઉર્મી સોસાયટી, બીપીસી રોડ અકોટા વડોદરા)
- મેહુલ જેન્તી ઝિંઝુવાણિયા (રહે. કિશનલ સિલ્વોલ, વસંત વિહાર ભાયલી વડોદરા)
- કુંજ ભરત કાલરીયા (રહે.વેસ્ટર્ન હાઇટસ, પ્રિયા ટોકીઝ ચાર રસ્તા પાસે સેવાસી વડોદરા)
- ભાવેશ મનસુખ પટેલ (રહે. સિલ્પન બ્લિસ, ભાયલી વડોદરા)
- વિપુલ જય પટેલ (રહે. રાજનગર સોસાયટી અકોટા વડોદરા)
- સંદિપ કેશનવાલ પટેલ (રહે. શ્યામલ સોસાયટી, નિલામ્બર સર્કલ પાસે વાસણા વડોદરા)
- પિયુષકુમાર મનસુખલાલ નાદપરા (રહે.નોટિલ્સ એપા. સબરી સ્કૂલ પાછળ ભાયલી વડોદરા)
- નયન ભીમજી લિમ્બાચીયા (રહે. એવરેસ્ટ એક્સપોરિયા ભાયલી વડોદરા)
- પિયુષ અશ્વિન વાચાણી (રહે. અર્પણ ફ્લેટ દિવાળીપુરા વડોદરા)
- વિમલ મગન પટેલ (રહે. શ્યામલ હાર્મની નિલામ્બર સર્કલ, વાસણા વડોદરા)