Vadodara

વડોદરા : ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા


ચકચારી ભાયલી સગીરા ગેંગરેપ કેસમાં આરોપીઓની પ્રોડક્ટ પર એડ કરાવ્યા બાદ દિવાળીપુરા કોર્ટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે રજૂ કરાયા હતા. દુષ્કર્મીઓ વિરુદ્ધ વકીલોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી હતી.
ભાયલી ખાતે ચકચારી સોળ વર્ષિય સગીરા પર ગુજારાયેલા ગેંગરેપના આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ છે 48 કલાકમાં જ ઝડપી પાડ્યા હતા. આજે મંગળવારના રોજ મેજિસ્ટ્રેટ સમક્ષ તેઓની ઓળખ પર એ કરાવતા સગીરાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ત્યારે ડી વાય એસ પી બીએ ચાવડા ના સુપરવિઝન હેઠળ બનેલી એસ આઈ ટી ની ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓળખ પરેડ બાદ આરોપીઓની વધુ પૂછપરછ કરવા માટે પાંચેય આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેવા સગીરાને પિખી નાખનાર દુષ્કર્મીઓને પોલીસ વાનમાં દિવાળીપુરા કોર્ટમાં લાવ્યા હતા ત્યારે વકીલોએ ભારે રોષ આરોપીઓ સામે વ્યક્ત કર્યો હતો. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આરોપીઓનો ટપલી દાવ પણ ત્યાં થયો હતો.

Most Popular

To Top