Vadodara

વડોદરા : ભાયલી ગેંગેરેપની ઘટનામાં પોલીસે 17 દિવસમાં 6 હજાર પેજની ચાર્જશીટ રજૂ કરી

પ્રતિનિધિ વડોદરા તા.21

ભાયલી વિસ્તારમાં બનેલી ચકચારી સગીરા ગેંગેરેપની ઘટનામાં મુખ્ય આરોપીઓ સહિત પાંચને સેન્ટ્લ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે 17 દિવસ બાદ સમગ્ર ઘટનાની 6 હજાર પેજની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.  

નવરાત્રીના બીજા નોરતે વડોદરા જિલ્લાના ભાયલી વિસ્તારમાં સૂમસામ જગ્યા પર મોડી રાત્રીના સમયે બેઠેલી 16 વર્ષીય સગીરાની પાંચ જેટલા શખ્સોએ છેડતી કરી હતી. ત્યારબાદ બે જણા સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા. જ્યારે અન્ય ત્રણ વિધર્મીઓએ મિત્રને પકડી રાખ્યા બાદ સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેની ફરિયાદ સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ગેંગરેપની ઘટનાના પગલે ચકચાર મચી ગઇ હતી. નરાધમોને પકડવા માટે જિલ્લા પોલીસ સહિતના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક્ટિવ થઇ ગઇ હતી અને 48 કલાકમાં દુષ્કર્મ ગુજારનાર મુખ્ય આરોપી ત્રણ આરોપી મુન્ના અબ્બાસ બનજારા, મુમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર બનજારા, શાહરૂખ કિસ્મત અલી બનજારા જ્યારે ભાગી જનાર  સેફ અલી મહેંદી હસન બનજારા તથા અજમલ સત્તાર બનજારાને ઝડપી પાડ્યા હતા.ત્યારબાદ આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને આરોપીઓ સોંપવામાં આવ્યા હતા.ગેંગરેપની તપાસ કરવા માટે રચાયેલી એસઆઇટીની ટીમ દ્વારા છ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ  જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારે સોમવારના રોજ ઘટના બન્યાના 17 દિવસ બાદ પોલીસે 6 હજારના પાનાના ગેંગરેપની ઘટનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.

Most Popular

To Top