Vadodara

વડોદરા: ભાયલીમાં પાર્કિંગ મુદ્દે થયેલી તકરારમાં યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

વડોદરા તા.4

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ઇન્ફ્રા ફ્લેટમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેમાં 30 વર્ષીય યુવકને ચાકુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યા કર્યા બાદ હથિયારો સ્થળ પરથી ફરાર થઈ ગયો હોય પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

ચાકુના ઘા ઝીંકયા બાદ હુમલાખોર સુશીલ કુમાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન અક્ષયને પરિવારજનો તથા મિત્રો દ્વારા તેને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકને માથા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. મૃતક યુવક ના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચાકુના ઘા ઝીંકી અક્ષયને મોતને ઘાટ ઉતારનાર સુશીલકુમાર રાજેન્દ્ર પ્રસાદ સિંઘ નામના શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top