વડોદરા તા.28
હવે તસ્કરોને ભગવાનનો પણ કોઈ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ મંદિરોને પણ નિશાન બનાવતા ગભરાતા નથી. ભાયલી વિસ્તારમાં આવેલા જૈન મંદિરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં તસ્કરો વિવિધ વિસ્તારોમાં બંધ મકાનો, દુકાનો સહિતની જગ્યાઓ પર ઉપરાછાપરી ચોરીના બનાવને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી રહ્યા છે. જેના કારણે તસ્કરો પોલીસને પડકાર ફેંકાતા હોવા છતાં પેટ્રોલીંગમાં ફરતી પોલીસથી તસ્કરો પકડાતા નથી.
ત્યારે વધુ એકવાર વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલા જૈન મંદિરને નિશાન બનાવ્યું હતું. મંદિરના દરવાજાને મારેલા તાળા તોડીને ચોરો અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ મંદિરમાં મુકેલી દાન પેટીમાંથી બે તસ્કરો રૂપિયા કાઢતા કેમેરા કેદ થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી કેમેરાની ફુટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
