(પ્રતિનિધિ) વડોદરા તા.4
ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર દ્વારા યુવતી સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. 11 મહિનામાં ઘણીવાર યુવતી પર તબીબે દુષ્કર્મ ગુજાર્યું હતું અને લગ્ન કરવાની ના પાડતા યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનનાં ડોક્ટર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંવતા પોલીસે ગણતરીના કલાકોમાં ડોક્ટરની ધરપકડ કરી લીધી હતી.
મૂળ રાજપીપળાના અને હાલમાં આજવા રોડ પર રહેતા બીએચએમએસ ડોક્ટર ભાવેશ વસાવા ભાયલી ખાતે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા ચારથી પાંચ વર્ષથી નોકરી કરે છે. ડોક્ટર સોશિયલ મીડિયા પરથી નર્સનું કામ કરતી 27 વર્ષીય યુવતી સાથે સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન બંને વચ્ચે વાતચીત શરૂ થયા બાદ મળવાનું શરૂ કર્યું હતું અને નંબરની પણ આપલે થઇ હતી. ડોક્ટર યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ યુવતીના ઘરનું એડ્રેસ જાણી લીધું હતું. યુવતી ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હોય તેને મળવા માટે જાય ત્યારે વારંવાર શરીર સંબંધ બાંધતો હતો. જુલાઇ 2023થી જુન 2024 સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય વારંવાર યુવતી પર ડોક્ટરે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ લગ્ન કરવાની વાત કરતી હતી ત્યારે તે વાત ટાળી દેતો હતો. દરમિયાન યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા તેની સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતી હતી. ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં ડોક્ટરની ધરપકડ કરી લીધી હતી.