Vadodara

વડોદરા : ભાયલીની મુનવિલા હોટલમાં ચાલતી દારૂની પાર્ટી પર તાલુકા પોલીસની રેડ, 3 યુવતી સહિત 7 ઝડપાયાં

કોલેજીયન યુવતિનો જન્મ દિવસ હોય ગ્રૂપના સભ્યો દ્વારા દારૂની મહેફિલ યોજાઇ

પોલીસે એન્ટ્રી કરતા પાર્ટી કરતા લોકોનો નશો પણ ઉતરી ગયો
પ્રતિનિધિ વડોદરા તા.28

શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી મુનવિલા હોટલમાં કોલેજીયન યુવતિના જન્મદિવસ હોય ગ્રૂપના યુવતી સહિતના મિત્રો દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું. હોટલના રૂમમાં મહેફિલ ચાલી રહી હતી દરમિયાન તાલુકા પોલીસે દરોડો પાડતા ત્રણ યુવતિ સહિત સાત લોકોને ઝડપી પાડવામાં આવ્યાં હતા. જેમાં સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપાતા પોલીસે તેમની સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી દારૂની 4 બોટલ અને 6 મોબાઇલ મળી રૂ. 1.67 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વડોદરા તાલુકા પોલીસ પોલીસની ટીમ 27 ઓક્ટોબરના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભાયલી ગામમાં આવેલી મુનવિલા હોટલમાં દારૂની મહેફીલ ચાલી રહી છે. જેના પગલે તાલુકાના પોલીસ સ્ટેશનના પીઆઇ વિક્રમ ટાંકની સુચના મુજબ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતના સ્ટાફ દ્વારા હોટલના રૂમ નં. 402માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે હોટલના રૂમમાંથી ત્રણ યુવતિ સહિત અકોટા પોલીસ લાઇન સામે શિવશકિત નગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટીલ, નોએલ સરજુભાઈ મહેરા, ધૃવ કમલસિંહ રાજપુત, કારેલીબાગ અંબાલાલ પાર્કમાં રહેતા કરણ ઠક્કર અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ પૈકી એક યુવતીનો બર્થ ડે હોવાને કારણે તેમણે દારૂની મહેફિલ યોજી હોવાનું જાણવા મળ્યું છે. હોટલના રૂમમાંથી પોલીસે ચાર દારૂની બોટલ રૂપિયા 12 હજાર, 6 જેટલા મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સ્વામી રેસિડન્સીમાં રહેતી સૃષ્ટિ સુનીલકુમાર ડામોર, દંતેશ્વરમાં રહેતી જેનીકા નિલેષભાઇ ફુલસંગી અને અકોટામાં રગેતા હેત્વિ પ્રધુમન શુકલા

Most Popular

To Top