હુમલાખોર ભાજપના હોદ્દેદાર સહિતના લોકો તથા નબળી કામગીરી કરનાર પોલીસ સામે કડક પગલા ભરવા ગૃહમંત્રી, એસપી તથા સાંસદને રજૂઆત
વડોદરા તા.21
તાજેતરમાં ભાદરવા ગામે રહેતા ભાજપના હોદેદાર પર ગામના સરપંચના પતિ તેમના પુત્રો સહિતના સાગરીતોએ અગાઉની અદાવત રાખીને હુમલો કર્યો હતો. જેમાં અશોક ગામેચીએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે હુમલાખોરો સામે કાર્યવાહી નહી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ઉપરાંત આ હોદ્દેદારે હુમલો કરનાર સરપંચના પતિ સહિતના લોકો તથા એક તરફી કાર્યવાહી કરનાર પોલીસ કર્મચારીઓ સામે પણ કડક પગલા ભરવા માટે રાજ્ય ગૃહમંત્રી, સાંસદ તથા એસપીને રજૂઆત કરી માગણી કરી છે.
ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચના પતિ મહિપતસિંહ રાણા તેમજ ભાજપ જિલ્લા પંચાયતના પતિ અને પૂર્વ સરપંચના પતિ તથા પ્રદેશ કિશાન મોરચાના હોદ્દેદાર અશોક ગામેચી વચ્ચે મારામારી થઇ હતી. શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં ભાજપના હોદ્દેદાર અશોક ગામેચીએ રાજ્ય ગૃહમંત્રી, સાંસદ અને એસપીને સંબોધીને રજૂઆત કરી હતી કે અગાઉ પૂર્વ સાવલી તાલુકા ભાજપાના પ્રમુખ સામે જાહેરમાં પ્રશ્નો ઉઠાવ્યા હતા કે તમે કેમ બાંગ્લાદેશી ઘૂષણખોરોને આશરો આપી રહ્યા છો ? તેની અદાવત રાખી ઉપરાંત પાણી સમયસર છોડાતુ નથી તેનું બહાનુ આગળન ધરીને 17 ઓગષ્ટના રોજ હુ મારા ઘરે હતો ત્યારે ભાજપાના કાર્યકર અને ગામના સરપંચના પતિ મહિપતસિંહ રણા તેમજ પુત્રો સહિતના સાગરીતોએ તેમના ઘરે આવીને જીવલેણ હુમલો કર્યો હતો. ઉપરાતં મારા ફળિયાના સભ્યો તેમજ મહિલાઓ પર પણ હુમલો કરાયો હતો અને કાર ચડાવી દીધી હતી. જેની મે પોલીસ સ્ટેશનમાં જાણ કરી હુમલાખોરો સામે ગુનો નોધાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની કામગીરી સદંતર નિરશ જોવા મળી હતી. મારામારીનો વિડિયો વાઇરલ થયો હોવા છતાં પોલીસે હુમલાખોરો સામે કોઇ કડક કાર્યવાહી કરી ન હતી. ઉપરાંત મારા વિરુદ્ધ પણ ક્રોસ એફઆઇઆર દાખલ કરી પોલીસની એકતરફી કાર્યવાહીના દર્શન કરાવ્યાં હતા. હુ દોશી નથી અને આ લોકો મારા ઘરમાં ઘુસીને હુમલો કર્યો હોવા છતાં પોલીસે મને બચાવવા આવનાર લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે. ત્યારે મારા પર હુમલો કરનાર મહિપતસિંહ રણા તેમજ તેમના પુત્ર સહિતના સાગરીતો સામે ગંભીર કલમો હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરાવામાં આવી તેવી મારી માગણી છે. ઉપરાંત રાજકીય દબાણ હેઠળ એક તરફી ક્રોસ એફઆઇઆર દાખલ કરનાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલા ભરવા સાથે સમગ્ર ઘટનાની તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ થાય તેવી મારી માગણી છે. ઉપરાંત ભવિષ્ટમાં મને તથા મારા પરિવારને કોઇ જાતની નુક્સાની થતી અટકાવવામાં આવે અને મને પુરતી સુરક્ષા આપવામાં આવે તેવી પણ મારી માગણી છે.