ટુર્સ એન્ડ સંચાલક પાસેથી કાર ભાડે ફેરવવા માટે લીધા બાદ એક શખ્સે રીઢા આરોપીને કબજો સોપી દીધી હતો. કારની વારંવાર માગણી કરવા છતાં ભાડુ કે કાર પરત નહી આપી છેતરપિંડી આચરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઠગ આરોપીને ગોલ્ડન બ્રિજ નીચેથી ઝડપી પાડી કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં કાર ભાડે ફેરવવાના બહાને લઇ ગયા બાદ પરત નહી આપીને બારોબાર વેચાણ કરી નાખતા હોય છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા આરોપીને ઝડપી પાડવા માટે આવા આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ હતી. દરમિયાન 22 ઓગષ્ટના રોજ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ગોલ્ડન બ્રિજ નીચેથી હાજર છે. જેથી ટીમે સ્થળ પર પહોંચીને સોહેલ મોહંમદ વસીમોહંમદ સૈયદ (રહે. ફેતગંજ, મૂળ તાંદલજા)ને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા કપુરાઇ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે અને પોલીસની ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. જેથી તેને આગળની કાર્યવાહી માટે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાંથી આરોપી નુરુલહક ચૌહાણનો કારને ભાડે લઇ જ તેના મિત્ર આરીફ શેખ તથા સોહેલ સૈયદને ભાડે આપી દીધી હતી. જેથી તેઓએ આજ દીન સુધી કાર તથા ભાડે પણ આપતા ન હતા. આરોપી સોહેલ મોહંમદ વસીમ મોહંમદ સૈયદ વિરુદ્ધ અગાઉ ખંડણીના રૂપિયા માટે અપહરણ, ખુનની કોશિષ,લૂંટ ધાડ સહિતના ગંભીર ગુનાના આરોપી માથાબારે આરોપી અનિલ ઉર્ફે એન્થોની સહિત બે રીઢા આરોપીઓને પોલીસ જાપ્તા તેમજ પોલીસ પાસેથી ભગાડવામાં મદદ કરવા તથા ધમકી સહિતના 6 જેટલા ગુના નોંધાયેલા છે.