Vadodara

વડોદરા : ભર ઉનાળે વરસાદી માહોલ,પાણીની થઈ રેલમછેલ

વાલ્વની કામગીરી દરમિયાન માર્ગ પર પાણી ફરી વળ્યાં :

ધંધાના સમયે દુકાનોમાં પાણી ઘુસી જતા નુકસાન :

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

વડોદરા શહેર નજીક હાઈવે પાસે વડદલા રોડ પર ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વને લગતી કામગીરી કરાતા જળબંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપતા વિના હવે રહી શકતું ન હોય તેમ લાગી રહ્યું છે. અણગઢ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે. એસી કેબીનોમાં બેસી પ્રજાના નાણાંનો વેડફાટ કરવામાં મદમસ્ત બનેલા શાષકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાશવારે પ્રજાનેજ હાલાકી વેઠવાની ફરજ પડતી હોય છે. ત્યારે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહિ સુધરેંગેનું સૂત્ર સાર્થક થવા પામ્યું છે. શહેરના તરસાલી થી વડદલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ હતી. સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોમાં પાણી પાણી થઈ ગયું હતું. સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી. પાણી વિતરણના સમયેજ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યાં હતા. ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વેધક સવાલો ઉઠાવ્યા હતા.

Most Popular

To Top