પ્રતિનિધિ વડોદરા તા. 31
વડોદરા શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીને અંજામ આપી ખુલ્લો પડકાર તસ્કરો ફેંકી રહ્યા છે. શહેરના ભરચક વિસ્તારમાં કલ્યાણરાયજીની હવેલીની બાજુમાં આવેલી સોનીની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.ત્યારબાદ દુકાનમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની માલમત્તાની ચોરી કરીને ચોરો ફરાર થઈ ગયા હતા.
વડોદરા શહેરમાં તસ્કરો બેખૌફ બનતા જાય છે રોજેરોજ ચોરટાઓ અલગઅલગ મકાનોમાં ચોરીને અંજામ આપીને પોલીસ પેટ્રોલિંગના તો લીરેલીરા ઉડાવી રહ્યા છે. પરંતુ માત્ર હપ્તા ઉઘરાવતી પોલીસને જાણે પોતાની આબરૂની કોઈ પાડી નથી. પોલીસે માત્ર નામ પૂરતું ગાડી લઈ મેઇન રોડ પેટ્રોલિંગ માટે નીકળવાનું ત્યાર બાદ એક જગ્યા પર વાતો ગપ્પા માર્યા બાદ રવાના જતા હોય છે. પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે અને રોજ એક મકાનમાં હાથફેરો કરી બિન્દાસ્ત નીકળી જતા હોય છે. પોલીસ કમિશ્નર તરીકે નસિમ્હા કોમાર આવ્યા બાદ પણ તસ્કરો પર કોઈ પણ પ્રકારનો અંકુશ મેળવવામાં આવ્યો નથી.ત્યારે વડોદરા ભરચક વિસ્તાર એવા ચાર દરવાજામાં કલ્યાણ રાયજી મંદિરની પાસે આવેલી લાડલા જ્વેલર્સમાં મોડી રાતે ચોરીની ઘટના બનવા પામી છે.તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી લાખોની મતાની ચોરી ફરાર થઈ ગયા હતા.