જાણો કયા રસ્તા બંધ રહેશે અને વૈકલ્પિક વ્યવસ્થા શું કરાઈ
વડોદરા તારીખ 3
તુલસી વિવાહને લઈને ભગવાન નરસિંહજીનો વરઘોડો શહેરમાંથી નીકળવાનો હોય પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને આમ જનતાને મુશ્કેલી ના પડે માટે નો પાર્કિંગ, વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રતિબંધિત રસ્તા સહિતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં વરઘોડા દરમિયાન કયા રસ્તા પર વાહનચાલકો માટે પ્રતિબંધ ફરમાવાયો છે અને એના માટેના કયા રુટ છે એની વિગતવાર માહિતી આપવામાં આવી છે. આ જાહેરનામું 5 નવેમ્બર બપોરના એક વાગ્યાથી વરઘોડો પૂર્ણ ના થાય ત્યાં સુધી એટલે કે 6 નવેમ્બર સવારના 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
તુલસી વિવાહને લઈને ભગવાન નરસિંહજીનો લગ્નનો વરઘોડો નરસિંહજીની પોળમાં આવેલા મંદિરથી 5 નવેમ્બરના રોજ 3 વાગે નીકળશે. ત્યારબાદ આ વરઘોડો માંડવી, નરસિંહજીની પોળમાંથી નિકળી, એમ.જી રોડ માંડવી દરવાજા, વિઠ્ઠલજી મંદિર આવી પૂજા વિધિ બાદ ખુલ્લા ટેમ્પામાં પાલખી પથરાવી ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા થઈ તુલસીવાડીમાં આવેલા તુલસી મંદિરે પહોંચશે. જયાં ભગવાનની તુલસીજી સાથે લગ્નવિધિ પૂર્ણ થયા બાદ મોડીરાત્રે નીકળી એજ રૂટ પરથી નરસિંહજીના મંદિરે 6 ઓક્ટોબરના રોજ પર જાન લઈ પરત 5 વાગે આવશે.
આ તુલસી વિવાહના પ્રસંગ દરમિયાન જાહેર જનતાને અગવડ ના પડે અને ટ્રાફિક યોગ્ય રીતે ચાલે તેવા હેતુથી નો-પાર્કીંગ, વૈકલ્પિક વ્યવસ્થા, એકસેસ પોઇન્ટ સહિતની બાબતનું જાહેરનામુ પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રસિદ્ધ કરવામા આવ્યું છે. જેમાં જાહેરનામુ નવેમ્બર
બપોરના કલાક 1થી 6 નવેમ્બરના રોજ વહેલી સવારના 5 વાગ્યા સુધી એટલે કે ભગવાનનો વરઘોડાનો પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.
નો-પાર્કીંગ ઝોન (તમામ પ્રકારના વાહનો માટે)
5 નવેમ્બરના બપોરના 1થી 6 નવેમ્બર ના સવારના 5વાગ્યા સુધી અથવા ભગવાન નરસિંહજીનો વરઘોડો પૂર્ણ ન થાય ત્યાં સુધી લહેરીપુરા દરવાજાથી માંડવી,બેંક રોડ, ચાંપાનેર દરવાજા થઈ, અડાણીયા પુલ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા, તુલસીવાડી મંદિર ત્રણ રસ્તા, તુલસીવાડી મંદિર સુધીના રોડ તમામ પ્રકારના વાહનો માટે નો-પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવે છે.
પ્રતિબંધીત રસ્તો
- લહેરીપુરા દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- નાની શાકમાર્કેટ ત્રણ રસ્તાથી મં જઇ શકાશે નહીં. न२ 1/- ચોખંડી ચાર રસ્તાથી માંડવી તરફ જઇ શકાશે નહીં:
- ગેંડીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી સરસીયા તળાવ થઇ અડાણીયાપુલ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો અડાણીયાપુલ ચાર રસ્તા હશે ત્યારે જઇ શકાશે નહીં)
- તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા ચાંપાનેર દરવાજા તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો અડાણીયાપુલ ચાર રસ્તા હશે ત્યારે જઇ શકાશે નહીં)
- ભકિત સર્કલથી રોકડનાથ પોલીસ ચોકી તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો અડાણીયાપુલ ચાર રસ્તા હશે ત્યારે જઇ શકાશે નહીં)
- ભકિત સર્કલ થી અડાણીયાપુલ ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો અડાણીયાપુલ ચાર રસ્તા હશે ત્યા૨ે જઇ શકાશે નહીં) પાણીગેટ દરવાજાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- જુના આર.ટી સર્કલ થી ફતેપુરા ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો ફતેપુરા ચાર રસ્તા હશે ત્યારે જઇ શકાશે નહીં)
- વારસીયા,બાલા હનુમાન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જઇ શકાશે નહીં. (વરઘોડો ફતેપુરા ચાર રસ્તા હશે ત્યારે જઇ શકાશે નહીં)
- ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી ફતેપુરાં ચાર રસ્તા તરફ જઇ શકાશે. (વરઘોડો ફતેપુરા ચાર રસ્તા હશે ત્યા૨ે જઇ શકાશે નહીં)
- સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- વિજયનગર ત્રણ રસ્તાથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- મંગલેશ્વર ઝાંપા બ્રિજથી માંડવી તરફ જઇ શકાશે નહીં.
- તુલસીવાડી બ્રિજ ત્રણ રસ્તાથી તુલસી મંદિર તરફ જઇ શકાશે નહી
વૈકલ્પિક વ્યવસ્થા
- લહેરીપુરા દરવાજાથી સાધના ટોકીઝ ત્રણ રસ્તા થઈ, ન્યુ લહેરીપુરા રોડ તરફ તથા વિરભગતસિંહ ચોક થઈ, જે તે તરફ જઈ શકશે.
- આયુર્વેદિક કોલેજ ત્રણ રસ્તાથી સુલેમાની ચાલ સર્કલ /સ્વામી નારાયણ ત્રણ રસ્તા,શાસ્ત્રી બાગ રોડ, કલાદર્શન ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે.
- પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી હરણખાના રોડ, ગાજરાવાડી પાણીની ટાંકી ચાર રસ્તા થઇ,જે તે તરફ જઇ શકાશે.
- પાણીગેટ દરવાજાથી જુના પાણીગેટ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તા થઇ, હરણખાના રોડ, ગાજરાવાડી પાણીની ટાંકી ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
- નાની શાકમાર્કેટ ત્રણ રસ્તાથી ડભોઇ પોલીસ ચોકી રોડ બકરાવાડી થઇ, જે તે તરફ શકાશે.
- ચોખંડી ચાર રસ્તાથી બરાનપુરા રોડ,વાડી, મોગલ રેસ્ટોરેન્ટ થઇ, જે તે તરફ શકાશે.
- ગેંડીગેટ દરવાજાથી સંત કબીર રોડ થઇ,સાધના સિનેમા, પથ્થરગેટ રોડ થઇ, જે તે તરફ શકાશે.
-ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તાથી કિશનવાડી ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
-તાલુકા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી હજરત છોટે મસ્તાન ત્રણ રસ્તા થઇ, ઠેકરનાથ સ્મશાન થઇ જે તે તરફ જઇ શકાશે. - ભકિત સર્કલથી ગાંધી નગરગૃહ સર્કલ,પદમાવતી બસ સ્ટેશન થઇ, ન્યુ લહેરીપુરા રોડ થઇ જે તે તરફ જઇ શકાશે
- ભકિત સકલથા કારલાબાગ પાવાત્ત ત્તરાન, નાગરવાડા ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
- જુના આર.ટી.ઓ સર્કલ થી સાધુવાસવાની ચોક ત્રણ રસ્તા થઇ,વી.આઇ.પી રોડ થઇ, જે તે તરફ જઇ શકાશે.
- વારસીયા,બાલા હનુમાન ત્રણ રસ્તાથી જુના આર.ટી.ઓ સર્કલ થઇ સાધુવાસવાની ચોક ત્રણ રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
- ભુતડીઝાંપા ગ્રાઉન્ડ ત્રણ રસ્તાથી કારેલીબાગ પોલીસ ` સ્ટેશન થઇ, જે તે તરફ જઇ શકાશે.
- સંગમ ચાર રસ્તાથી કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા તરફ,વી.આઇ.પી રોડ, કિશનવાડી ચાર રસ્તા થઇ, જે તે તરફ જઇ શકાશે.
- વિજય નગર ત્રણ રસ્તાથી પરતવળી,સંગમ ચાર રસ્તા થઇ, કારેલીબાગ પાણીની ટાંકી ચાર રસ્તા તરફ, વી.આઇ.પી રોડ થઇ જે તે તરફ જઇ શકાશે.
- મંગલેશ્વર ઝાંપા બ્રિજથી પરતવળી,વિજય નગર ચાર રસ્તા થઇ, સંગમ ચાર રસ્તા થઇ જે તે તરફ જઇ શકાશે.
- તુલસીવાડી બ્રિજ ત્રણ રસ્તાથી કાસમઆલા ચાર રસ્તા, તેમજ કારેલીબાગ પાણીની ટાંકી તરફ જઇ શકાશે.