Vadodara

વડોદરા : ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, જાણો નો પાર્કિંગ અને નો એન્ટ્રી ઝોન

વડોદરા તારીખ 25
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર તરફથી 27 જૂનના રોજ કાઢવામાં આવનારી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જાહેર જનતાને તકલીફ ન પડે અને ટ્રાફિકનું યોગ્ય રીતે સંચાલન થાય તેના માટે નો પાર્કિંગ અને નો એન્ટ્રી ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. 27 જૂને 1 વાગ્યાથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

વડોદરા શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ધામધૂમથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. જેને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. આ વર્ષે પણ 27 જૂન ના રોજ બપોરના કલાક 1 વાગે હરીનગર ઇસ્કોન મંદિર તરફથી ભગવાન શ્રી જગન્નાથજીની 44મી રથાયાત્રા રેલ્વે સ્ટેશનથી કાઢવામાં આવશે. જે રથયાત્રા એમ.એસ.યુનિવર્સીટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા. ઓટો મોબાઇલ (પંચમુખી હનુમાન મંદિર),આરાધના સિનેમા ત્રણ રસ્તા ફુલબારી નાકા ત્રણ રસ્તા. કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબીલીબાગ સર્કલથી રોંગ સાઇડ, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોંગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, દાંડીયા બજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક સર્કલ, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા આઝાદ મેદાન જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, પેલેસ મટનશોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા હાઇસ્કુલ સામે આવી કલાક રાત્રિના 8.30 વાગે આવી પૂર્ણ થવાની છે.

રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હોય છે. જેને લઈને જાહેર જનતાને અગવડ ના પડે અને ટ્રાફિક યોગ્ય રીતે સંચાલન થાય તેવા હેતુથી નો-પાર્કિંગ અને નો-એન્ટ્રી ઝોન જાહેર કરતું જાહેરનામું કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. 27 જૂનથી બપોરના એક થી નવ વાગ્યા સુધી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું અમલમાં રહેશે. વાહન પાર્ક કરવાના કારણે રથયાત્રામાં મુશ્કેલી ન પડે માટે એમ.એસ.યુનિવર્સીટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઇલ (પંચમુખી હનુમાન મંદિર),આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફુલબારી નાકા ત્રજ્ઞ રસ્તા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબીલીબાગ સર્કલથી રોંગ સાઇડે, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક સર્કલ, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, મટન પેલેસશોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા હાઇસ્કુલ સુધીના રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણ પણે નો-પાર્કીંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઉપરાંત વાહન ચાલકોને અગવડ ના માટે તેના માટે રસ્તાઓનું ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે.

Most Popular

To Top