Vadodara

વડોદરા : બોયઝ હોસ્ટેલના SP હોલની મેસમાં ભોજનમાં મકોડા નીકળ્યા,ધારકે લૂલો બચાવ કર્યો

બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અશુદ્ધ ખોરાક ખાવા મજબૂર :

અનેકવાર રજૂઆત છતાં પરિસ્થિતિ યથાવત,ફૂડ પોઈઝનિંગ જેવી ઘટના બનશે તો જવાબદાર કોણ ?

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

MSUની ગર્લ્સ હોસ્ટેલ બાદ બોયઝ હોસ્ટેલના SP હોલમાં જમવામાં મકોડા નજરે પડ્યા છે.હજી આજેજ ગતરોજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓના ભોજનમાં ઈયળો નીકળી હોવાના બનાવે NSUIએ વિરોધ કર્યો હતો. તેવામાં મંગળવારે બોયઝ હોસ્ટેલના SP હોલમાં જમવામાં મકોડા નીકળ્યા હતા શાકભાજી પણ ફંગસ વાળી નજરે પડી હતી. જોકે, સમગ્ર બનાવે મેસ ધારકે પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની બોયઝ હોસ્ટેલના સરદાર પટેલ SP હોલ ખાતે મંગળવારે વિદ્યાર્થીઓને આપવામાં આવતા જમવામાં મકોડા જોવા મળ્યા હતા. હોસ્ટેલના મેસમાંથી જમવામાં મકોડા દેખાયા અને શાકભાજીઓમાં પણ ફંગશ લાગેલી હાલતમાં જોવા મળી હતી. ગતરોજ ગર્લ્સ હોસ્ટેલના મેસમાં વિદ્યાર્થીનીઓના ભોજનમાં જીવ જંતુઓ નીકળ્યા બાદ હવે પાછું બોયઝ હોસ્ટેલમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી હતી. ત્યારે મેસ ચલાવનારે આ મામલે કોઇ યોગ્ય જવાબ આપ્યો ન હતો. અવારનવાર રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જે સે થે જ જોવા મળી છે.

આજે બપોરે વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે SP હોલ ની પાછળ આવેલ મેસમાં તપાસ કરવામાં આવી. ત્યારે ત્યાંની હાલત પણ આવી જ જોવા મળી હતી. મીઠાઈ સહિત સલાડમાં પણ મકોડા ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા તેમજ બટાકા, ગાજર તેમજ શાકભાજીમાં ફંગસ લાગેલી અવસ્થામાં જોવા મળી હતી. વિદ્યાર્થીઓ દ્વારા મેસ ચલાવતા ધારકને આ મામલે પૂછવામાં આવતા તેણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને પોતાનું નામ પણ જણાવ્યું ન હતું. એક તરફ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો બીજી તરફ યુનિવર્સીટીના સત્તાધીશો પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top