ક્રાઇમ બ્રાન્ચે ભદ્ર કચેરી પાસેથી આરોપીને દબોચી જે પી રોડ પોલીસને સોંપ્યો..
બેન્ક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપ્યા બાદ બાઇકના હપ્તા બાઉન્સ થયા છે તેમ કહી બાઇક લઇને બે શખ્સો ફરાર થઇ ગયા હતા. ત્યારે બાઇક અને બે શખ્સો પૈકી એકને ક્રાઇમ બ્રાન્ચે ભદ્ર કચેરી પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરની મનિષા ચોકડી પાસે 7 માર્ચના રોજ યુવક ઉભો હતો. તે દરમિયાન બાઇક સવાર બે શખ્સો તેની પાસે આવ્યા હતા ત્યારબાદ બંને શખ્સોએ પોતે બેન્ક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી યુવકને તમારા બાઇકના હપ્તા બાઉન્સ થયા છે. બાઇક સીઝ કરવાની છે તેમ કહીને બંને બાઇક લઇને જતા રહ્યા હતા. જેથી યુવકે તપાસ કરતા ફાઇનાન્સ દ્વારા કોઇ સીઝની કાર્યવાહી થઇન હતી. જેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે 9 જુલાઇના રોજ બાતમી મળી હતી કે ભદ્ર કચેરી રોડ ચાબુક સવાર મહોલ્લા પાસેથી રીઝવાન ઉર્ફે અલી રહેમાનમીયા શેખ ( રહે.યાકુતપુરા ભોઇવાડા) તથા મહેબુબપુરા નવાપુરાને શોધી કાઢ્યો તો. તેની પુછપરછ કરતા બેન્ક ફાઇનાન્સ માણસો હોવાની ખોટી ઓળક આપી બાઇક ચોરી પડાવી લીધી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ ધરપકડથી બચવા માટે ચાર મહિનાથી નાસતા ફરતા હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.