Vadodara

વડોદરા : બેન્ક ઓફ બરોડાના લેજર ખાતામાંથી સિનિયર એક્ઝિક્યુટિવની રૂ. 3.94 કરોડની ઉચાપત

પ્રાઇવેટ કંપની તરફથી મુકાયેલા કર્મીનું કાંડ, નાણા તેના-માતાપિતાના ખાતામાં ટ્રાન્સફ કર્યાં

ઠગે બેન્કેને રૂ.1.02 કરોડ ચૂકવ્યાં બાકીના રૂ.2.92 કરોડ કંપનીએ કર્મી વતી ચૂકવવા પડ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.1
બેન્ક ઓફ બરોડા સયાજીગંજ ખાતે પ્રાઇવેટ કંપની દ્વારા મુકવામાં આવેલા સિનિયર એક્ઝિક્યુટીવ દ્વારા બેન્કના જનરલ લેજર ખાતામાંથી બનાવટી ડેબિટ કાર્ડ એન્ટ્રી કરીને રૂ. 3.94 કરોડ પોતાના તથા તેના માતા-પિતાના ખાતામાં ટ્રાન્સફર કરી ઉચાપત કરાઇ હતી. પરંતુ તેના કૌભાંડનો પર્દાફાશ થઇ જતા રૂ.1.02 કરોડ ચેકથી બેન્કને પરત કર્યા હતા. જ્યારે બાકીને રૂ. 2.92 કરોડ તેના વતી કંપનીએ બેન્કને ચુકવ્યાં હતા. પરંતુ ઠગે રૂપિયા કંપનીને નહી ચૂકવતા વાઇસ પ્રેસેડન્ટ દ્વારા તેના વિરુદ્ધ ફરિયાદ ઉચાપતની ફરિયાદ નોધાવાઇ છે.
ગાંધીનગરમાં શિવાંતા કેસલ ખાતે રહેતા પ્રિન્સપાલસિંગ સંતોકસિંગ બરોડા ગ્લોબલ શેર્ડ સર્વિસીસ લિમિટેડ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવે છે. તેમની કંપનીની બીજી ઓફિસ સયાજીગંજ સુરજ પ્લાઝા-1માં આવેલી છે. તેમની કંપની દ્વારા બેન્ક ઓફ બરોડા હેડ ઓફિસ ખાતે જરૂરીયાત મુજબના માણસોની ફાળવણી કરે છે. મૃગેશ ચંદ્રકાંટ ભટ્ટ (રહે.સાંઇધામ સોસાયટી ખોડિયારનગર વડોદરા) તેમની કંપનીમાં વર્ષ 2022થી સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા હતા. દરમિયાન સયાજીગંજ આવેલી બીઓબીની ઓફિસમાં ત્રીજા માળે ઇન્ટરનેટ પેમેન્ટ ગેટ વે વિભાગમાં કામ કરતા હતા. તેમજ બેક ઓફિસ રિસોર્સ તરીકે બીઓબીને લઇને ઓનલાઇન ડેટા એન્ટ્રીનું પણ કામ કરવા સાથે બીજી એસએસએલ અલકાપુરીમાં શખામાં પણ બેન્કિંગ વ્યવહારોની સેલટમેન્ટ ફાઇલમાં અપલોડ કરવાની કામગીરી કરતા હતા. તેમનો માસિક પગાર રૂ. 25 હજાર હોય રોજેરોજના બેન્કિંગ વ્યવહારોની સેટલેમન્ટ ફાઇલમાં અપલોડ કરે છે. 30 જુલાઇ 2024ના રોજ બીઓબી બરોડાના સિનિયર અધિકારીએ ફોન કરી જણાવ્યું હતું કે બરોડા ગ્લોબલ સર્વિસીસ કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજર મૃગેશ ચંદ્રકાંત ભટ્ટે બીઓબીની સેટલમેન્ટ ફાઇમાં હેડ ઓફિસ ખાતેથી પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરીને બેન્ક ઓફિસ એકાઉન્ટ જનરલ લેજર ખાતામાં બનાવટી ડેબિટકાર્ડ એન્ટ્રી કરીને 2 જુલાઇ 2024થી 30 જુલાઇ 2024 સુધીમાં ઉચાપત કરીને રૂ. 3.94 કરોડ તેના તથા તેના માતા પિતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. જેથી મૃગેશ ભટ્ટની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. જેમાં મૃગેશ ભટ્ટે ચેક દ્વારા રૂ.1.02 કરોડ પરત ચૂકવી દીધા હતા. જ્યારે બાકીના રૂ.2.92 કરોડ રૂપિયા તેમની કંપની દ્વારા બેન્ક ચુકવાયાં છે. જેથી પ્રેસડેન્ટે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મૃગેશ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

Most Popular

To Top