મકરપુરા એરફોર્સ પાસે ધંધો કરતા વેપારીના પુત્રને જાહેરમાં રોકી તેના પર બે બુટલેગરોએ હિંસક હુમલો કર્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે ઘટનાને બે દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી બે બુટલેગરોને કેમ પકડવામાં આવ્યા નથી.
વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાસે ચા ની લારી ધરાવતા વેપારીના પુત્ર વિકાસ નિષાદ પોતાની બાઇક પર બેસી માણેજા ક્રોસિંગ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન બુટલેગર સંદીપ જાદવ અને મનીષ રાજપૂત તેમની બાઈક પર ધસી આવ્યા હતા. ત્યારબાદ તું અમારી સાથે ઝઘડો કરતો હતો. તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ તેના પર હોકી તથા બેઝ બોલની સ્ટીક વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ છોડાવવા માટે પડેલા વિકાસના મિત્રને પણ માર માર્યો હતો. ત્યારબાદ આ વખતે તો તું બચી ગયો ફરી અમારી ઝઘડો કરીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ssg હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બુટલેગરોને જાણે પોલીસ નો કોઈ ડર ના હોય તેમ યુવક પર હુમલો જાહેરમાં કર્યો હતો. જેની ફરિયાદ નોધાયાને બે દિવસ જેટલો સમય થઈ ગયો છતાં પોલીસ દ્વારા હજુ સુધી બંને બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા નથી. તો તાજેતરમાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની રીઢા આરોપી દ્વારા જાહેરમાં ચાકુના ઘા મારીને હત્યા કરાઈ હતી. ત્યારે પોલીસે કેમ હજુ સુધી બીજી કોઈ મોટી ઘટનાની રાહ જોઇ રહી છે કે શું તેવા સવાલ ઊભા થયા છે. ત્યારે આ હુમલા ખોરો દ્વારા જાહેરમાં યુવક પર હુમલો કર્યો હોવાના સીસીટીવી વાયરલ થયા છે. ત્યારે પોલીસ ક્યારે પકડશે તે જોવું રહ્યું.
વડોદરા : બેખૌફ બૂટલેગરોનો હુમલો કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઇરલ
By
Posted on