Vadodara

વડોદરા: બુટલેગર દારૂ લેવા આવે તે પહેલા જ પોલીસની રેડ, રુ.7.62 લાખના દારૂ ઝડપાયો


વડોદરા શહેરના જાંબુવાથી તરસાલી તરફ જતા રોડ ઉપરથી મકરપુરા પોલીસે કારમાં દારૂ આપવા ઉભેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. કારમાંથી રુ.7.62 લાખનો વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો,કાર અને રોકડ રકમ મળી રુ.16.69 લાખના મુદ્દામાલ કબ્જે કરી દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મકરપુરા ગામ પાસેથી શાકભાજી ની આડમાં એમપીથી મંગાવેલો વિદેશી દારૂ ના જથ્થા સાથે મધ્યપ્રદેશના ચાલકને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મકરપુરા ગામ પાસે પહોંચતા બાતમી મળી હતી કે ભાલીયાપુરામાં રહેતો આકાશ ઠાકરડા તેના મળતીયા સમીર સોલંકી સિધ્ધશ્વર હિલની બાજુમાં જામ્બુવાથી તરસાલી તરફ જતા રોડની સાઈડમાં ખુલ્લા મેદાનમાં આગળ-પાછળ નંબર પ્લેટ વગરની ફોરચ્યુનર ગાડીમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો કોઈને આપવા માટે ઉભા છે. જેના આધારે મકરપુરા પોલીસે બાતમી મુજબના સ્થળ પર એડ કરી હતી. ત્યારે નંબર પ્લેટ વગરની કારમાંથી સમીર રાયસંગ સોલંકી ( રહે.હરીનગર, વડદલા, તા.જી, વડોદરા) ઝડપાઈ ગયો હતો. તેને સાથે રાખી કારમાં તપાસ કરતા 7.62 લાખનો દારૂ તથા બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મકરપુરા પોલીસ દારૂનો જથ્થો, ફોર્ચ્યુનેર કાર અને રોકડા રૂપિયા સહિત 16.69 લાખના મુદ્દામાલ સાથે સમીર સોલંકીની ધરપકડ કરી હતી. જ્યારે બુટલેગર આકાશ અશોક ઠાકરડા, સુનીલ ઉર્ફે ભાણો રાજપુત, જગદીશ ઉર્ફે મામા રાવલ, રોહિત સવજી તથા દારૂ મંગાવનાર રમીલાબેનને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top