Vadodara

વડોદરા : બીસીએ દ્વારા કરાયેલા ચેક રિટર્ન કેસમાં અરવિંદ જાનીનો નિર્દોષ છુટકારો

સાંદરદાની જમીનના સોદાના મામલામાં બીસીએને પછડાટ, જમીન ખરીદીના બદલામાં બીસીએ દ્વારા રૂ.4 કરોડ ઉપરાંતની રકમ ચુકવી હતી

પ્રતિનિધિ વડોદરા તા.28

બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા સાંકરદા ખાતે સ્ટેડિયમ બનાવવા માટે અરવિંદ જાની પાસેથી  4 કરોડ ઉપરાંતની કિંમતમાં જમીન ખરીદી હતી. પંરતુ ત્યારબાદ સોદો રદ થતા બીસીએને ખર્ચા સહિત વ્યાજ રૂ.8.22 કરોડનો અરવિંદ જાનીએ ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતાં બીસીએ દ્વારા નેગોસીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની 138 મુજબ ની ફરિયાદ કરી હતી. જેના કેસમાં યોગ્ય પુરાવા સાબિત નહી થતા કોર્ટે અરવિંદ જાનીની તરફેણમાં ચુકાદો આપી તેમને નિર્દોષ છોડી મુક્યા હતા.

બરોડા ક્રિકેટ એસોસિએશનનો ચેક રિટર્ન કેસનો મામલો સામે આવ્યો છે. જેમાં એવી વિગત છે કે  બરોડા ક્રિકેટ એસોસિએશનએ સાકરદા ખાતે બ્રોકર  દ્વારા જમીનનો સોદો કરીને 63 એકર જમીન ખરીદી કર્યા પેટે લેન્ડ બ્રોકર અરવિંદ જાનીને ચૂકવ્યા હતા 4 કરોડ ઉપરાંતની રકમ ચુકવી હતી. જમીન જમીનના કબજા સહિતની જવાબદારી હતી અરવિંદ જાનીની હતી. બીસીએ દ્વારા વર્ષ 2013માં જમીનનો સોદો કરી રૂપિયા પણ ચૂકવી દીધા હતા. પરંતુ ત્યારબાદ ટેકનિકલ કારણોસર સોદો રદ થયો હતો. બીસીએ સાથે લેન્ડ બ્રોકર અરવિંદ એમઓયુ કર્યું હોય બીસીએ દ્વારા અરવિંદ જાની સાથે નેગોસિએટ કરીને નુક્સાન ખર્ચ અને વ્યાજ સહિત બીસીએ રૂ. 8.22 કરોડનો ચેક લીધો હતો. પરંતુ જે ચેક બેન્કમાં ડિપોઝિટ કરાવતા ચેક રિટર્ન થયો હતો. જેથી બીસીએના અંશુમાન ગાયકવાડ ટ્રસ્ટી ન હોવા ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પુરાવા રજૂ કરનાર અમુલ જિકારને અધિકાર પત્ર આપવામાં આવ્યું હતું. તે અધિકારી પણ સાબિત થયુ ન હતુ. ઉપરાંત પુરાવાના રજૂ કરેલા દસ્તાવેજો પણ માત્ર ઝેરોક્ષ હોય માન્ય ગણ્યા ન હતા. પાછળથી તેઓએ અસલ દસ્તાવેજો રજૂ કર્યાનું કહ્યું હતું. જેનો કેસ નીચલી કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી અરવિંદ જાનીને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે બીસીએના પૂર્વ સભ્ય જતીન વકીલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બીસીએની એડવોકેટ પેનલ દ્વારા આ બાબતે વિચારણા કરવી જરૂરી છે. બીસીએ નામદાર કોર્ટમાં નાણાકીય લેવડ દેવડ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યું હોય તેવી વ્યક્ત કરી આશંકા વ્યકત કરાઇ છે. રૂપિયા 8.22 કરોડની રકમ પરત નહીં મેળવી શકતા બીસીએને આર્થિક મોટું નુકસાન પહોંચ્યું છે.

– કોર્ટમાં રજૂ કરેલા અરવિંદ જાની વિરુદ્ધના પુરાવા યોગ્ય સાબિત ન થયાં

વકીલ એન કે નાથાણીએ જણાવ્યુ હતું કે ફરિયાદ દાખલ કરનાર અને નોટિસ મોકલનાર અંસુમન ગાયકવાડ તથા અમુલ જિકાર પાસે કોઇ ઓથોરિટી ન હતી. અમુલ જીકારને કેસ સંદર્ભે આપવામાં આવેલ ઓથોરિટી લેટર પણ બીસીએ સાબિત નહીં કરી શક્યું. નામદાર કોર્ટમાં બીસીએ દ્વારા રજુ કરેલા દસ્તાવેજો પણ ઝેરોક્ષ હોય અરવિંદ જાનીને કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. બંનેએ પાછળથી રજૂ કરેલા પુરાવા ઓરિજિનલ હોવાનું પણ અંશુમન ગાયકવાડ તથા અમુલ જિકારે જણાવ્યું હતું.

Most Popular

To Top