Vadodara

વડોદરા : બીલ ગામે એક મકાનમાંથી દેશી દારૂ અને તાડીનો જથ્થો ઝડપાયો, મહિલા સહિત બેની ધરપકડ

પ્રતિનિધિ વડોદરા તા 13
વડોદરા નજીક બિલ ગામ મઢી વિસ્તારમાં પીસીબી પોલીસી રેડ કરીને એક મકાનમાંથી દેશી દારૂ અને તાડીના જથ્થા સાથે મહિલા સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા. રુ. 27 હજારનો મુદ્દામાલ કબજે કરીને અટલાદરા પોલીસ સ્ટેશનમાં સુપરત કરાયો છે.
પીસીબીની ટીમે તાજેતરમાં સમા સંજય નગર વિસ્તારમાં ઘરમાં તથા જમીનમાં ખાડો ખોદી સંતાડી રાખેલો દેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આજે 13 જૂન ના રોજ પીસીબી ની ટીમ ને બાતમી મળી હતી કે બિલ ગામ મઢી વિસ્તારમાં રહેતો મહેશ મફત ચૌહાણ અને કૈલાશ બળવંત ચૌહાણ પોતાના મકાનની સામે સોમાભાઈના મકાનમાં દેશી દારૂ અને તાડીનો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેનું છુટક રીતે વેચાણ કરી રહ્યા છે. હાલમાં બંને ત્યાં સ્થળ પર હાજર પણ છે. જેથી પીસીબી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે મહિલા સહિત બંને જણા ઝડપાઈ ગયા હતા તેમને સાથે રાખીને મકાનમાં તપાસ કરતા દેશી દારૂ અને તાડીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રોકડ રકમ, દારૂ-તાળી અને બે મોબાઈલ મળી 27 હજારનો મુદ્દા માલ કબજે કરી અટલાદરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top