Vadodara

વડોદરા :  બિલ રોડ પર બોલેરો ગાડીમાંથી બ્રાન્ડેડ કંપનીનો રુ.8.34 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતિનિધિ વડોદરા તા.2

વડોદરાના બીલ રોડ પર બોલેરો ગાડીમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. રુ.8.34 લાખના વિદેશી દારૂ અને ગાડી મળી રૂ. 14.79 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરાઇ હતી. જ્યારે દારૂના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ અટવાદરા પોલીસને સુપ્રત કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે હરિયાણા પાસીંગની બોલેરો ગાડીમાં મોંઘોદાટ વિદેશી દારૂનો જથ્થો ભરીને ચાલક બિલ રોડ ઉપર આધાર માર્કેટ ની બાજુમાં ઉભો રહ્યો છે. જેના આધારે ડીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને દારૂ ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાં તપાસ કરતા ચાલક રામપાલ શ્રીચંદ સાંગવાન (રહે.રાજસ્થાન) હાજર મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચય દ્વારા તેને સાથે રાખીને ગાડીમાંથી રુ.8.34 લાખનો વિદેશી મળી આવ્યો હતો. પોલીસ દારૂ, ગાડી અને એક મોબાઈલ મળી રૂ. 14.79 લાખની મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી હતી.  જ્યારે દારૂનો જથ્થો મોકલનાર  સંજયકુમાર જાટને વોન્ટેડ જાહેર કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દારૂ સહિતનો મુદ્દામાલ અને આરોપી અટલાદરા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top