Vadodara

વડોદરા – બિચ્છુ બાદ ‘કાસમઆલા ગેંગ’ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો

પ્રતિનિધિ વડોદરા તા.1

વડોદરા શહેરમાં અવારનવાર ખુનની કોશીશ, ખંડણી, લૂંટ, મારામારી,ચોરી, ધાકધમકી સહિત 164 ગુનાઓ આચરી આતંક ફેલાવનાર મુખ્ય આરોપી હુસેન સુન્ની સહીત 9 આરોપીની  ટોળકી સામે ગુજસીટોક  હેઠળ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ  ગુનો નોંધવામાં આવ્યો છે. ટોળકીના લોકો ભેગા મળીને લોકો પાસેથી ખંડણી માગી રૂપિયા તથા મિલકતો પડાવતા હતા. હાલમાં આ ટોળકીના ત્રણ આરોપીઓ વિરુદ્ધ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ત્યારે આ તમામ આરોપીઓની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાશે. બિચ્છુ બાદ વધુ કાસમઆલા ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ પોલીસે ગુનો નોધ્યો છે.

વડોદરમાં શહેરમાં માથાભારે તથા અસામાજિક કૃત્યોને અંજામ આપીને એક ગેંગ બનાવી લોકો પાસેથી ધમકી આપીને ખંડણી તથા રૂપિયા પડાવવાના ગુનામાં બિચ્છુગેંગે ઘણા ગુના આચર્યા છે. ત્યારે વધુ એક કાસમઆલા ગેંગ પણ આ રીતના ગુનો આચરી રહી છે. જેમાં શહેરના કાસમઆલા કબ્રસ્તાન ખાતે રહેતો મુખ્ય આરોપી હુસેન કાદરમીયા સુન્નીએ અન્ય આરોપીઓ સાથે મળીને “કાસમઆલા ગેંગ” નામની ગુના આચરતી ટોળકી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડકેટ બનાવી છેલ્લા 10 વર્ષમા ટોળકી સાથે મળીને વિસ્તારમાં લોકો પર ધાક ઉભી કરવા માટે પ્રાણઘાતક તથા અન્ય તીક્ષ્ણ હથિયારો વડે ખુનની કોશિશ,  અપહરણ, ચોરી,  લુંટ,  ધાડ,  રૂપિયા તથા મિલકત બળજબરીથી પડાવી લેવા , જાનથી મારી નાખવાની ધમકી આપવી તથા મારામારી કરી સહિતના ગંભીર પ્રકારના 164 ગુનાઓને અંજામ આપીને લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જેમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક Act-2015ની કલમ હેઠળ છેલ્લા 10 વર્ષમાં બે કે બેથી વધુ 72 ગુનાઓ દાખલ થયા છે. આવા ગુનાઓમાં પુરતા પુરાવાઓ મળતા તપાસના અંતે ચાર્જશીટ કરી કોર્ટમાં મોકલવામાં આવી છે અને 1 ડિસેમ્બર 2019થી પછી આ ટોળકી દ્વારા ગુનાહિત પ્રવૃતી સતત ચાલુ રાખી છે. જેથી એનેક્ષર-એ મુજબના -71 અને અન્ય 93 તથા એનેક્ષર-બીમાં મુકવામાં આવ્યાં છે તેમજ આરોપીઓ વિરૂધ્ધના પગલા લેવામાં આવ્યા હતા તેમ છતાં આ ટોળકીએ ગુના ચાલુ રાખ્યા હતા. હાલમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ટોળકીના ત્રણ સાગરીતો વિરુધ્ધ ફરિયાદ દાખલ  થઇ છે. સતત આ પ્રકારના ગુના ચાલુ રાખનાર મુખ્ય આરોપી હુસેનમીયા કાદરમિયા સુન્ની સહીત 9 આરોપીઓ સામે ગુજસીટોક અન્વયે ડીસીબીમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆ આર.જી.જાડેજાએ ફરિયાદ આપી ગુનો રજિસ્ટર કરાવ્યો છે. જ્યારે આ ગુનાની તપાસ ACP એચ.એ.રાઠોડ દ્વારા હાથ ધરાઇ છે. આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ કરાશે.

  • આરોપીઓના નામ સરનામા

હુસેનમીયા કાદરમીયા સુન્ની (રહે. બાળ રીમાન્ડ હોમ પાછળ કાસમઆલા કબ્રસ્તાન કારેલીબાગ વડોદરા શહેર)

 અકબર કાદરમીયા સુન્ની (રહે. હજરત પાગા શેરડી બાવાની દરગાહ પાસે કાસમઆલા કબ્રસ્તાન પાસે વડોદરા)

શાહીદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ શેખ (રહે. હુજરાત ટેકરા, ભુતડીઝાપા વડોદરા શહેર)

વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ ( રહે. કાસમઆલા કબ્રસ્તાન મસ્જીદવાલી ગલી, વડોદરા શહેર)

સિકદંર કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન બાળ રીમાન્ડ હોમની પાછળ કારેલીબાગ વડોદરા.)

હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયાં સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે કારેલીબાગ વડોદરા શહેર)

મોહમદઅલીમ સલીમખાન પઠાણ (રહે. મોતીનગર મંસુરી કબ્રસ્તાન વડોદરા શહેર)

 સુફીયાન સીઇન્દર પઠાણ (રહે. પાંજરીગર મહોલ્લો ફતેપુરા વડોદરા વડોદરા શહેર)

 ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ (રહે. હાથીખાના ચમન ટેકરા ઇંદીરાનગર વડોદરા શહેર. )

બિચ્છુ ગેંગ અસલમ બોડિયો હજુ પણ ગુજસીટોકના ગુનામાં સજા કાપે છે

વ઼ડોદરા શહેરમાં એક પ્રકારની ગેંગ બનાવીને લોકો ને ધમકી આપીને ખંડણી માંગી રૂપિયા તથા મિલકત પડાવવાના ગુનામાં બિચ્છુગેંગે ભારે આતંક ફેલાવ્યો હતો. વડોદરા શહેર સહિતના શહેર બહાર પણ ઘણીમિલકતો પચાવી પાડવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા બિચ્છુગેંગના મુખ્ય આરોપી અસમલ બોડિયા સહિતના ઘણા આરોપીઓની ગુજસીટોક હેઠળ ગુના નોંધાયો હતો. જેમાં બિચ્છુ ગેંગનો અસલમ બોડિયો હજુ પણ ગુજસીટોકના ગુનામાં સજા કાપતો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

કાદરમીયા સુન્નીની સેન્ટ્રલમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે

મુખ્ય આરોપી હુસેન સુન્ના ભાઇ સિકદંર કાદરમીયા સુન્ની (રહે. કાસમઆલા કબ્રસ્તાન બાળ રીમાન્ડ હોમની પાછળ કારેલીબાગ વડોદરા) હજુ વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હોવાથી તેની ધરપકડ બતાવવામાં આવી નથી. ત્યારે ડીસીબી પોલીસ દ્વારા કાદરમીયા સુન્નીની જેલમાં ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top