ગુજસીટોકના કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા મિલકતો ટાંચમાં લેવા હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી, માથાભારે આરોપીઓએ લોકોને ધમકાવી તથા બળજબરીપૂર્વક મિલકત પચાવી પાડી હતી
વડોદરા શહેરમાં આતંક મચાવનાર બિચ્છુ ગેંગના માથાભારે અને કુખ્યાત અસલમ બોડિયા સહિતના આરોપીઓ દ્વારા ઘણા લોકો સાથે દાદાગીરી તથા બળજબરી કરીને ગેરકાયદે મિલકત, મકાન અને જમીન પચાવી પાડી હતી. જેમાં બોડિયા સહિતના 26 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકના કાયદે હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાંથી અલસમ બોડિયા તથા મુન્ના તરબૂચે વસાવેલી મિલકત ગેરકાયદે હોવાનું માલૂમ પડતા ક્રાઇમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં આવેલી રૂ.2.02 કરોડની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ડભોઇ રોડ પરના રોહાઉસ મકાનો, ફાર્મ હાઉસ, કાર, ચાર રિક્ષા, તાંદલજાનું મકાન વાડીનો ફ્લેટને ટાંચમાં લેવામાં આવી છે.
વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગના કુખ્યાત અસલમ ઉર્ફે બોડિયા હૈદરમિયા શેખ સહિતની ટોળકીએ બળજબરીથી જમીન, મકાન મિલકત પચાવી પાડવા ઉપરાંત નાણી લેતીદેતીના હવાલાના રૂપિયા પડાવ્યા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. બીજી તરફ તેના વિરુદ્ધ ખૂન, ખૂનની કોશિશ, અપહરણ લૂંટ, ધાડ, છેતરપિડી, સહિતના અનેક ગુનોઓ આચરવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ દસ વર્ષમાં સતત ચાલુ રહેતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, 2015 (જીસીટીઓસી) કલમ 2(એ), 2(સી), 2(એફ) હેઠળ વર્ષ 2021માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ કેસની તપાસ ઇન્ચાર્જ ડીસીપી ક્રાઇમ એચ.એ.રાઠોડ કરી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક ગુનાની તપાસ દરમિયાન આરોપી અસલમ ઉર્ફે બોડિય હૈદરમીયા શેખ (રહે. નવાપુરા, મહેબુબપુરા) તેના સાગરીત મહમદહુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂચ જાકીરહુસેન શેખ (રહે. નવાપુરા મહેબુબપુરા) સહિતના 26 આરોપીઓની ધરપકડ કરાઇ હતી. જેમાં હજુ પણ અસલમ બોડિયા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે માથાભારા આરોપીઓએ ગેરકાયદેસર રીત ઘણી મિલકતો પચાવી પાડી હોય પોલીસે તેના તરફ લાલ આખ કરી છે અને તેઓએ પચાવી પાડેલી મિલકતો ટાચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં અસલમ બોડિયો અને મુન્ના તરબૂચની મળીને રૂ. 2.02 કરોડની ગેરકાયદે પચાવી પાડેલી મિલકત પોલીસ દ્વારા ટાંચમાં લેવામાં આવી છે.
– મહમદહુસેન ઉર્ફે મુન્નો તરબૂચ શેખની પચાવેલી મિલકત
– ડભોઇ રોડ પર દિવાળીપુરા ગામ પાસેની જમીનમાં બનાવેલુ ફાર્મ હાઉસ : રૂ.33.27 લાખ,- દિવાળીપુરા ગામ પાસે 32 રોહાઉસ મકાનો : 1.32 કરોડ, ઇનોવા કાર રૂ. 7 લાખ
– અસલમ ઉર્ફે બોડિયાએ ગેરકાયદે વસાવેલી મિલકત
- તાંદલજા તહુરાપાર્ક ખાતુના બે મકાન રૂ. 44.75 લાખ, વાડી ખાતે તાહેરી બિલ્ડિંગનો ફ્લેટ રૂ. 22.98 લાખ, ચાર રિક્ષા રૂ. 2.15 લાખ
– તાજેતરમાં અસલમ બોડિયાએ જેલમાંથી વેપારીને જેલમાંથી ધમકી આપી ખંડણી માગી હતી
તાજેતરમાં અસલમ બોડિયાએ ભુજ જેલમાંથી વડોદરામાં રહેતા એક વેપારીને ફોન કરીને તેમની પાસેથી ખંડણી માગી હતી. જો રૂપિયા નહી આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જેમાં વેપારીએ અસલમ બોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
– છેલ્લા સવા વર્ષથી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી ચાલતી હતી
છેલ્લા એક વર્ષથી બંને માથાભારે આરોપીઓની મારા આવ્યા પછી સવા વર્ષની પ્રોસિજર છે પ્રોસિજરના આધારે કાર્યવાહી કરાતી હોય છે. જેમાં પહેલા મિલકત સર્ચ થયા બાદ રેવન્યુ વિભાગ સાથે પત્ર વ્યવહાર થાય, મિલકતનું વેલ્યુએશન થાય, જેની મિલકત છે તેને બોલાવવામાં આવે,. કેટલી રકમ ક્યાથી લાવી ચૂકવી, ઇન્મટેક્સ રિટર્ન ભર્યા છે, જો તે આ રૂપિયા ક્યાં ચૂકવ્યા તેની જસ્ટીફાય ના કરી શકે તો તેનો કોર્ટમાં રિપોર્ટ કરાય છે. આ રિપોર્ટ ગવર્નમેન્ટમાં જાય ત્યારબાદ અને રાજ્ય સરકાર હુકમ કરે ત્યારે મિલકત કબજે લેવામાં આવતી હોય છે. સવા વર્ષથી મિલકતો ટાંચમાં લેવાની કાર્યાવહી ચાલતી હતી. જે મિલકતના રૂપિયા કાયદેસરના હોય તો તે મિલકત કે વાહન કબજે લેવામાં આવશે નહી. જે મિલકતના પુરાવા ન હોય તે મિલકત કબજે કરાતી હોય છે. એચ એ રાઠોડ, ઈન્ચાર્જ ડીસીપી
- મુન્ના તરબૂચે જમીન ખરીદયા બાદ દિવાળીપુરાના સરપંચ મોસિન પટેલના નામે દસ્તાવેજ કરાવ્યો
મુન્ના તરબૂચે દિવાળીપુરા ગામે નારણભાઇ પાસેથી આવેલી જમીન ખરીદી અને ગામના સરપંચ મોસિન યુનિસ પટેલના નામે દસ્તાવેજ કર્યો હતો. ત્યારબાદ બાંધકામ કરીને સ્વિમિંગ પુલ અને ફાર્મ હાઉસ બનાવ્યું હતું. જેના જાણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી મોસિનની પુછપરછ કરતા તેણે મુન્ના તરબૂચનું ફાર્મ હાઉસ હોવાનું કહ્યું હતું. જેથી કોર્ટમાં મોસિન પટેલને કોર્ટમાં લઇ ગયા બાદ 167 મુજબનું નિવેદન લેવામાં આવ્યું હતું.