વડોદરા તારીખ 22
વડોદરાના સયાજી હોસ્પિટલમા પોલીસની હાજરીમાં બાબરખાને પૂર્વ કોર્પોરેટરના પુત્રની ઘાતકી રીતે હત્યા કરી નાખી હતી. પોલીસે ખાન સહિત ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પુરા થતા પુનઃ કોર્ટમાં રજુ કરાયા હતા. ત્યારે કોર્ટ દ્વારા ચારે આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
વડોદરા શહેરના નાગરવડા વિસ્તારમાં જુગાર રમવા બાબતે થયેલી મારામારી થતા બાબર ખાન પઠાણ સહિતના સાગરી તો એ હિન્દુ યુવકો પર ચાકુ તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં તેમને ઈજા પહોંચતા ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પૂર્વ કોર્પોરેટર નો પુત્ર તપન પરમાર પણ સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને જોવા માટે ગયો હતો. જેની જાણ માથાભારે અને રીઢા આરોપી બાબર હબીબખાન પઠાણને થતા ઈમરજન્સી વોર્ડમાંથી પોલીસની નજર ચૂકવીને બહાર આવ્યા બાદ કેન્ટીન પાસે તપન પરમાર સાથે ઝઘડો કર્યો હતો અને સાગરીતો સાથેે મળી બાબર પઠાણે ચાકુના ઘા ઝીંકી તપનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારબાદ પોલીસે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જેમાંથી 21 નવેમ્બરના રોજ 5 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર બાબરખાન પઠાણ સહિત ચાર આરોપીના ચાર દિવસના રિમાન્ડ પુરા થતા હોય આજે 22 નવેમ્બરના રોજ તમામને પોલીસે પુનઃ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટ દ્વારા ચાર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.