Vadodara

વડોદરા : બાજવાડામાંથી સોના ચાંદીના દાગીના અને વાસણોની ચોરી કરનાર બે રીઢા ચોર ઝડપાયા

વડોદરા તારીખ 1
વડોદરા શહેરના બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રીના સમયે સોનાના દાગીના અને ચાંદીના વાસણોની ચોરી કરનાર બે રીઢા આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારેલીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. બંને ચોર પાસેથી સોના ચાંદીના દાગીના અને વાસણો મળી રૂ.5.78 લાખનો મુદ્દામાં કબજે કરીને સીટી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
તાજેતરમાં વડોદરા શહેરના બાજવાડા ખાતે ધોળીકુઈ મહાદેવ મંદીર સામે આવેલ બંધ મકાનના મેઇન દરવાજાને મારેલુ તાળું કોઇ અજાણ્યા ચોરોએ કોઇ સાધન વડે તોડી મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ મકાનમાં લાકડાની તિજોરીમાં રાખેલ જુદા-જુદા જુના સોનાના ઘરેણા, આશરે રૂ.1.76 ચાંદીના વાસણો આશરે દોઢ કિલો ગ્રામ આશરે રૂ.21 હજાર મળી રૂપીયા 1.97 લાખ મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેની ફરિયાદ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ચોરીના ગુનાની તપાસ કરવા માટે સીટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી બે શખ્સ સોના ચાંદિના દાગીના તેમજ વાસણો વેચાણ કરવા માટે કારેલીબાગ ચેપી રોગના હોસ્પીટલ પાસેના રોડ ઉપર ફરી રહયા છે અને આ સોના ચાંદિના દાગીના અને વાસણો ચોરીના હોવાની શંકા છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમી મુજબના સ્થળ પર જઈને બે શંકાસ્પદ મનસુખભાઇ ઉર્ફે મનીષ વિષ્ણુભાઇ દંતાણી ( રહે ભાથુજીનગર અલવા નાકા માંજલપુર વડોદરા મુળ રહે. ઉમરેઠ જી.આણંદ) અને આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઇ દેવીપુજક (રહે. ટાઉન હોલ, બિગ બજાર, વિધાનગર રોડ, આણંદ) ને ઝડપી પાડ્યા હતા. બંનેની અંગજડતી કરતા તેમની પાસેથી સોના ચાંદીના દાગીના અને વાસણો મળી આવ્યા હતા. જેથી બંને પાસે તમામ વસ્તુઓના બીલ કે આધાર-પુરાવા રજુ કરવા કહેતા ન હતા.તેઓની આ અંગે સઘન પુછપરછ દરમ્યાન તેઓએ દસેક દીવસ પહેલા બાજવાડા ખાતેના બંધ મકાનમાં રાત્રીના સમયે ચોરી કર્યા હોવાનું કબૂલ્યું હતું. બંને આરોપીઓ સોનાના દાગીના અને વાસણો મળી રૂપીયા 5.78 લાખ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપી અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સીટી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top