પ્રતિનિધિ વડોદરા તારીખ 17
બાન્કો કંપનીનો કરોડો રૂપીયાનો કિમતી સામાન કન્ટેનરોમાંથી કાઢી ઠગાઇ કરવાના ગુનામાં ફરાર આરોપી વિરુદ્ધ LOC
ઇશ્યુ કરાઇ હતી. જેના કારણે સુરત એરપોર્ટ પહોંચ્યો હતો. તેની ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતાં ટીમે સુરત પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરા ખાતેની બાન્કો એલ્યુમિનીયમ લીમીટેડ કંપનીથી નેધરલેન્ડ,જર્મની મોકલવા માટે 7 કન્ટેનરોમાં એક્સ્પોર્ટ કરેલો માલ પૈકી આરોપીઓએ રસ્તામાં કંપનીની જાણ બહાર સીલ તોડી કન્ટેનરોમાંથી ચાર કરોડથી વધુ કિમતનો સામાન કાઢી લઇ અન્ય સામાન મુકી કંપની સાથે ઠગાઇ કર્યાનો ગુનો ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવાની બાકી 6 આરોપીઓને શોધી કાઢી ધરપકડ કરવા અંગેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના અપાઈ હતી. જેને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટિમો ઠગાઈના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધતી હતી.આ ગુનામાં સંડોવાયેલ અને ધરપકડ ટાળવા માટે ફરાર આરોપીઓને જુદી-જુદી જગ્યાએ તપાસ કરવા છતાં મળી આવતા ન હતા. આ આરોપીઓના નામ.કોર્ટમાંથી CRPC કલમ 72 મુજબના વોરંટ ઇશ્યુ કરાવવામાં આવ્યું છે. ઉપરાંત આ ગુનાના ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે આરોપીઓના પાસપોર્ટની વિગતો એલઓસી કઢાવી ભારત દેશના તમામ એરપોર્ટને મોકલી આપી શોધખોળ જારી રાખવામાં આવતી હતી. આ ગુનાના નાસતા ફરતા આરોપીઓ પૈકીનો આરોપી કેરૂલ ચંદુભાઇ રૂડાણી ( ઉ.વ.૩૨ રહે. ઓપેરા પેલેસ, લસકાણા, સુરત) પોલીસ ધરપકડ ટાળવા માટે દુબઇ નાસી ગયો હતો. દુબઇથી હવાઇ માર્ગ સુરત એરપોર્ટ ખાતે પરત આવતા આરોપીની ખોલવામાં આવેલ એલ.ઓ.સી.દ્વારા આરોપી વડોદરા ખાતેના ગુનાનો ફરાર આરોપી હોવાનુ ઇમીગ્રેશન વિભાગને જણાઇ આવતા વડોદરા પોલીસને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટિમ તુરત જ સુરત એરપોર્ટ ખાતે પહોંચી આ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજુ કરી ક્રાઈમબ્રાન્ચ દ્વારાhl રીમાંડની માંગણી કરવામાં આવતા કોર્ટે આરોપીના દિન- 2 દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર કર્યા છે.