બહેનના ભાઈ અને ફુવા સહિત પાંચ લોકો દ્વારા યુવકનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ.
ડેસર તાલુકાના બૈડપના મુવાડા ગામે રહેતા યુવકનું પૂર્વ પ્રેમિકાના ભાઈ અને પ્રેમી સહિતના લોકોએ બાઈક પર અપહરણ કરી લઇ ગયા હતા. બાદમાં યુવકને તું મારી બહેન ધારા સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેવુ કહેતા ઢોર માર મારી દોરડા વડે યુવકના હાથ પગ બાંધી દીધો હતો અને નારણપુરા ગામ પાસે નર્મદા કેનાલમાં ફેંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવક કેનાલના પાણીમાં નહીં દુખતા છુટ્ટા પથ્થરો મારતા લોહી લુહાણ પણ થઈ ગયો હતો. જોકે સદ નસીબે યુવક બચી જતા કેનાલમાંથી બહાર આવી સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવકે ડેસર પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામેેેેેેેેે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના બેડપના મુવાડા ગામે રહેતા અવિનાશભાઈ વજેસિંહ પરમાર ( ઉ.વ.૩૩)એ ફરીયાદ નોંધાવી છે મંજુસર ખાતે કંપનીમાં નોકરી કરે છે.
ગઈકાલે 15 મેના રોજ અમારા ગામના રંગીતભાઈ રયજીભાઈ પરમારના ઘરે લગ્ન પ્રસંગ હોય સાંજના સમયે વરઘોડો રાખ્યો હતો. જેથી હું અને મારો ભાઇ રાહુલકુમાર વજેસિંહ પરમાર અમારા ઘરેથી વરઘોડો જોવા માટે ગામમાં ગયા હતા.વરઘોડામાં અમારા ગામના કિશનકુમાર અજીતસિંહ રાઠોડ પણ હતા. લગ્ન પુર્ણ કરી હું ઘરે જતો હતો. દરમિયાન રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ હું એકલો લઘુશંકા એ જઈને પરત આવતો હતો ત્યારે કિશનકુમાર અજીતસિંહ રાઠોડ તથા બીજા ત્રણ સખસો મને મળ્યા હતા. ત્યારે કિશાનકુમાર મને કહેવા લાગ્યો હતી કે તું મારી બહેન ધારા સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે તેવુ કહેતા મારે પહેલા તેની સાથે પ્રેમ સબંધ હતો પરંતુ છેલ્લા સાતેક માસથી મારે તેની સાથે કોઇ સંબંધ નથી તેવુ જણાવ્યું હતું. તેથી કિશન તથા તેની સાથે આવેલા શખસોએ ભેગા મળી મને પકડી માર માર્યો હતો. ત્યારબાદ બાઇક ઉપર મને જબરજસ્તીથી બેસાડી નર્મદા મેઇન કેનાલ તરફ રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાની આસપાસ લઇને ગયા હતા. ત્યાં કિશનભાઇના ફુઆ બાઇક લઈને આવ્યા હતા અને કિશનને જણાવ્યું હતું કે અહિં માણસોની અવરજવર ચાલુ છે તેને થોડે આગળ લઈ જઈએ. કિશને તેના ફુઆને પુછયું કે શું કરવું છે તેઓ તેના ફુઆએ કઈ વાતચીત કરવી નથી. અવિનાશના હાથ-પગ બાંધીને કેનાલમાં નાંખી દયો અને કોઈને લાશ પણ નહિ મળે તેવુ કહયું હતું. કિશને મારા બન્ને હાથ પગ દોરડાથી બાંધીને મને ત્યાં નર્મદા મેઇન કેનાલના પાળા ઉપરથી કેનાલની અંદરના પાણીમાં ગબડાવી દિધો હતો. જેથી હું ગબડતો-ગબડતો નર્મદા મેઇન કેનાલના પાણીમાં પડ્યો હતો. હું ડુબતો હતો તે સમયે આ કિશને મને કેનાલના પાળા ઉપરથી છુટો પથ્થર મારતા મને માથાના ભાગે ઇજા થઈ હતી. જેથી હું ત્યાં નર્મદા મેઇન કેનાલના કિનાર નજીક પાણીમાં આડો પડી ગયો હતો. જેથી કિશન તથા તેની સાથે આવેલા માણસો ત્યાંથી જતા રહેલા જેથી હું જેમ તેમ કરીને નર્મદા કેનાલના પાણીના કિનારા ઉપર આવી ગયો હતો અને મારા પગે બાંધેલ દોરડુ છુટી જતા જેથી હું જેમ તેમ કરીને કેનાલની પાળી ઉપર રાત્રીના બહાર આવતા ગલ્લા ઉપર ચાલતો ગયો હતો. ત્યાં ગલ્લા ઉપર એક કાકા મળતા તેમણે મારા હાથ છોડી આપ્યા હતા. મેં તેમને પુછતા તેઓએ મને નારણપુરા ગામની સીમ હોવાનું જણાવ્યું હતું. માથાના ભાગે પથ્થર વાગતા માથામાથી લોહી નિકળતુ હતું. જેથી કાકાએ મારાભાઇ રાહુલને ફોન કરતા મારા ભાણેજ સંજયભાઇ કિરીટસિંહ રાઠોડ તથા બીજા એક ભાઈ ત્યાં આવી મને સારવાર ખસેડ્યો હતો. ડેસર પોલીસે ગુનો નોંધી પાંચ લોકોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા :બહેન સાથે પ્રેમ સબંધની અદાવતે બૈડપના મુવાડા ગામના યુવકના હાથ પગ બાંધી નર્મદા કેનાલમાં ફેકી દીધો
By
Posted on