રેકોર્ડ ચકાસી મહત્વના દસ્તાવેજો જપ્ત કરી તપાસ હાથધરી :
જીએસટી પેમેન્ટ અને બિલ્ડીંગ સબંધિત અનિયમિતતા હોવાથી કાર્યવાહી કરાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.26
વડોદરામાં ફરી એક વખત જીએસટી વિભાગે દરોડા પાડયા હતા. બહુચરાજી રોડ પર આવેલા વી.કે.ટ્રેડર્સમાં જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા રેકર્ડ ચકાસવામાં આવ્યા છે. જ્યારે દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરામાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓએ વ્યાપક તપાસ કરી હતી. શહેરના બહુચરાજી રોડ પર આવેલા વી.કે.ટ્રેડર્સ ફર્મ પર દરોડા પાડી તપાસ કરી દસ્તાવેજો અને હિસાબોની તપાસ કરી હતી. વી.કે.ટ્રેડર્સ દ્વારા જીએસટી પેમેન્ટ અને બિલ્ડીંગ સબંધિત અનિયમિતતા હોવાનું જાણવા મળ્યું છે. દરોડા દરમિયાન જીએસટીના અધિકારીઓએ દસ્તાવેજો જપ્ત કર્યા છે. અધિકારીઓએ સ્ટોક અને ટ્રાન્ઝેક્શનની પણ તપાસ હાથધરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સઘળી હકીકતો બહાર આવશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં જીએસટી વિભાગની ટીમોએ વડોદરા શહેરમાં ધામા નાખ્યા હતા. મેવાડા નામથી ચાલતા ત્રણ જુદાજુદા શોરૂમમાં અલગ અલગ ટીમો ત્રાટકી હતી. જેમાં ઘડિયાળી પોળ ,રાવપુરા અને સુલતાનપુરા સહિત ત્રણ વૈભવી શોરૂમમાં જીએસટી વિભાગની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. જીએસટી વિભાગના અધિકારીઓએ પાડેલી રેડ અને સર્ચ દરમિયાન મોટી માત્રામાં કરચોરી ઝડપાઈ હતી. ત્યારે વધુ એક વખત વર્ષ 2025 માં વડોદરામાં જીએસટી વિભાગે કાર્યવાહી કરી હતી. બહુચરાજી રોડ ઉપર આવેલ વિકે.ટ્રેડર્સ નામના ફર્મ પર અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જેના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
