Vadodara

વડોદરા : બરોડા બાર એસોસિએશનની ચૂંટણી પૂર્વે વિવાદ,યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું

નવું એડવોકેટ હાઉસ તૈયાર થયું , હોદ્દેદારોએ પોતાના માટે એક આખો માળ રોકી દીધો :

પોતાની અલગ અલગ કેબીનો અને કોન્ફરન્સ રૂમ બનાવી : યુવા વકીલોમાં રોષ

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

વડોદરા વકીલ મંડળની શુક્રવારે 20 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષથી વકીલોની બેઠક વ્યવસ્થાનો વિભાગ યથાવત જોવા મળી રહ્યો છે. આ વખતની ચૂંટણીમાં પણ નવું એડવોકેટ હાઉસ તૈયાર થયું છે. પરંતુ તેમાં વડોદરા વકીલ મંડળના હોદ્દેદારોએ પોતાના માટે એક આખો માળ રોકી દઈ તેમાં પોતાની અલગ અલગ કેબીનો અને કોન્ફરન્સ રૂમ બનાવી દીધા છે અને બીજું એડવોકેટ હાઉસ બનાવ્યું છતાં પૂરેપૂરા વકીલોને માટે બેસવાની વ્યવસ્થા થશે નહીં. ત્યારે વકીલોની બેઠક વ્યવસ્થા અંગે ફરી એકવાર વિવાદ સર્જાયો છે.

વડોદરામાં નવા એડવોકેટ હાઉસ માં યુવા વકીલોની બેઠક વ્યવસ્થાની જગ્યાએ સંપૂર્ણ પહેલો માળ ચૂંટાયેલાંની ચેમ્બરો અને કોન્ફરન્સ રૂમ બનાવી દીધા છે. વકીલોની બેઠક વ્યવસ્થા માટે નવા બંધાયેલા એડવોકેટ હાઉસના પ્રથમ માળે મોટો કોન્ફરન્સ રૂમ અને ચૂંટાયેલાઓ ની ચેમ્બરો બનાવી બિલ્ડિંગનો સંપૂર્ણ પ્રથમ મજલે વકીલોની બેઠક વ્યવસ્થા છીનવાઈ જતા વડોદરા વકીલ મંડળની ચૂંટણી ટાણે યુવા વકીલોમાં રોષ હોવાની ચર્ચા ચાલી છે. ચેમ્બરો અને કોન્ફરન્સ રૂમ કોની પરવાનગીથી બનાવ્યા એવી યુવા વકીલો માં ચર્ચા વહેતી થઈ છે. જ્યારે સરકાર ખર્ચ કરી યુવા વકીલો માટે બેઠક વ્યવસ્થા ઉભી કરતા હોય તો આખો પ્રથમ માળ ચેમ્બરો માટે કબજે કરી લેનારા સામે યુવા વકીલોમાં રોષ ફેલાયો છે.

વડોદરા વકીલ મંડળમાં જ્યારે 55 ટકા યુવા વકીલો સભ્ય હોય ત્યારે સન્માન પૂર્વક વકીલાત કરી શકે તે માટે ન્યાયતંત્ર અને સરકાર દ્વારા ખર્ચ કરી બાંધવામાં આવેલું નવું એડવોકેટ હાઉસમાં પહેલો આખો માળ ચૂંટાયેલા માટે ચેમ્બરો બનાવી દઈને સ્થાપિત હિતો, યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવી રહ્યા હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે. જ્યારે નવું બંધાયેલું એડવોકેટ હાઉસમાં વકીલોની બેઠક વ્યવસ્થા ની જગ્યાએ આખા પ્રથમ માળની સંપૂર્ણ જગ્યા બાર એસોસિએશનના ચૂંટાયેલા પ્રતનિધિઓની પોતાની ચેમ્બરો અને આલીશાન કોંફરસ રૂમ બનાવી યુવા વકીલોની બેઠક વ્યવસ્થા છીનવાય છે તેવી ખાસ કરીને યુવા વકીલો માં ચૂંટણી ટાણે ચર્ચા ઊભી થયેલી છે. યુવા વકીલોમાં રોષ છે કે, કોન્ફરન્સ રૂમ કે ચેમ્બરો તો માત્ર મિટિંગ હોય ત્યારેજ અને વર્ષમાં માત્ર 10 થી 12 વાર વપરાય અને બાકીના આખા વર્ષ માં ખાલી પડી રહે, જ્યારે વકીલાત કરવા આવતા યુવા વકીલોને એની જગ્યાએ બેઠક વ્યવસ્થા આપી હોય તો બારેય મહિના વાપરી શકે. કેટલાક યુવા વકીલો એવી પણ આશંકા વ્યક્ત કરે છે કે આ ચેમ્બરોમાં બેસીને કેટલાક પોતાની વકીલાત કરશે અને અસીલ પાસે માત્ર એમની પાસેજ ચેમ્બર હોવાનો વટ પાડશે જેનાથી યુવા વકીલો ની વકીલાત ચેમ્બરમાં બેઠેલા છીનવી લેશે. જ્યારે ન્યાયતંત્ર અને સરકારે વકીલોની બેઠક વ્યવસ્થા માટે ખૂબ ખર્ચ કરીને એડવોકેટ હાઉસ બનાવ્યું હોય તો આવી સરકારી ખર્ચે ચેમ્બરો બનાવવાની મંજૂરી કોણે આપી એ પણ મોટો સવાલ છે. આવતી કાલે વડોદરા વકીલ મંડળ ની ચૂંટણી છે ત્યારે યુવા વકીલો માં રોષ સાથે આવી ચર્ચાએ વેગ પકડેલું છે.

Most Popular

To Top