વડોદરા : શહેરમાં તાજેતરમાં જ એક સિનિયર ડોક્ટર તેમજ બે વકીલ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યા હોય તેવી ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે વધુ એક એડવોકેટે અન્ય વકીલ યુવતીના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. વારંવારની શારીરિક સંબંધની માંગણીથી કંટાળી ગયેલી યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ એડવોકેટની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વધુ એક કાયદાના નિષ્ણાત એવા ધારાશાસ્ત્રી કુણાલ પરમાર દ્વારા એક એડવોકેટ યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ યુવતીના બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને સાત મહિનાથી આ એડવોકેટ યુવતીનું આ સિનિયર વકીલ શારીરિક શોષણ કરીને તેના પર દુષ્કર્મ ગુજારતો આવ્યો હતો. વારંવાર એડવોકેટ યુવતી સાથે શારિરિક સંબંધ બાંધતો હતો. જેથી આખરે વકીલની શારીરિક માંગણીઓથી કંટાળીને યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને આ એડવોકેટ કૃણાલ બી પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસે યુવતીનું મેડિકલ કરાવી લીધું છે. જ્યારે આગામી દિવસોમાં વકીલનું મેડિકલ કરવામાં આવશે.