Vadodara

વડોદરા : ફેબ એચ કે હોટલમાં ગોરખધંધા માટે સવારથી જ યુવતીઓને બોલાવી લેવામાં આવતી હતી

પોલીસ કુંટણખાનું ચલાવનાર સંચાલક, મેનેજર સહિતની ત્રિપુટીને ક્યારે પકડશે ?

પ્રતિનિધિ વડોદરા તા.12

વારસીયા રિંગ રોડ પર આવેલી એચ કે હોટલમાં ધમધમતા કુંટણખાનાનો પર્દાફાશ થયો હતો અને 6 લલનાઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા હતા. ત્યારે સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હોટલના સંચાલક અને મેનેજર સવારથી પરપ્રાંતિય યુવતીઓ અને મહિલાઓને સવારથી બોલાવી લેતા હતા. ગ્રાહકોને હોટલવાળા યુવતીઓને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા દેતા ન હતા. તેઓને યુવતીઓ જોઇતી હોય તો હોટલમાં ફોન કરવાનો ત્યારબાદ યુવતીઓ અપાતી હતી. આ નેટવર્ક ચલાવનાર સંચાલકો અને મેનેજર સહિત ત્રિપુટીની હજુ સુધી કેમ ધરપકડ કરાઇ નથી ?

વડોદરા શહેરના વારસીયા રિંગ રોડ પર આવેલી ફેબ એચ કે હોટલમાં સંચાલકો અને મેનેજરો બહારથી પરપ્રાંતિય મહિલાઓ અને યુવતીઓને બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. જે બાતમી મળતા વેંત જ રાત્રીના સમયે વારસીયા પોલીસે રેડ કરી હતી. ત્યારે હોટલના રૂમમાંથી પરપ્રાંતિયો છ જેટલા લલનાનાઓ મળી હતી. જેમાં બે લલનાઓ તો બે ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં ઝડપાઇ ગઇ હતી. જ્યારે હોટલ સંચાલક તથા મેનેજર રમેશ પટેલ, મનિશ જગદીશ ઠક્કર અને રોનક નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હોટલના આસપાસના વિસ્તારમાં તપાસ કરતામાં આવતા જાણવા મળ્યું હતું કે હોટલ સંચાલક તથા મેનેજર રીતસરનું યુવતીઓને બોલાવવાનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. હોટલમાં છેલ્લા ઘણા સમયથી આ કુંટણખાનું સંચાલક અને મેનેજર દ્વારા ચલાવવામાં આવતું હતું. સુત્રમાંથી જાણવા મળ્યા મુજબ સંચાલકો અને મેનેજર યુવતીઓને પોતાના હોટલમાં સવારથી બોલાવીને લેતા હતા. ત્યારબાદ ગ્રાહકોને પણ ડાયરેક્ટ યુવતીઓને કોન્ટેક્ટ નંબર આપવામાં આવતો ન હતો. તેમને યુવતીઓની જરૂર હોય હોટલવાળાનો કોન્ટેક્ટ કરતા હતા. ભાવતાલ નક્કી કર્યા બાદ હોટલવાળા દ્વારા ગ્રાહકોને બોલાવી લેતા હતા. ત્રણ માળ પર ફેલાયેલી હોટલમાં સવારથી જ યુવતીઓ હાજર રાખવામાં આવતી હતી. કેટલાક દિવસોમાં ગ્રાહકો હોટલના બદલે નીચેના માળ પર આવેલા હોસ્પિટલમાં પહોંચી જતા હતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આસપાસવાળા હોસ્પિટલ તથા અન્ય ઓફિસવાળા પણ કંટાળી ગયા છે. જેથી પોલીસ દ્વારા ગોરખધંધો કરતા ફરાર સંચાલક, મેનેજર સહિતની ત્રિપુટીની કયારે ધરપકડ કરાશે ?

ફેબ હોટલ્સ વિરુદ્ધ પણ ઠગાઇની ફરિયાદ નોંધાવવાની તજવીજ

ફેબ હોટલ્સ દ્વારા શહેરની વિવિધ હોટલ સાથે કનેક્ટ કરવામાં આવી છે. જેમાંકોઇ કારણસર હોટલ પર જઇ શકતા ન હોય તો ઓનલાઇન ફેબ હોટેલ્સ દ્વારા પોતાની જરૂરીયાત મુજબના હોટલના રૂમ બુક કરાવી શકે છે. પરંતુ આ ફેબ હોટેલ્સ દ્વારા ગ્રાહકો સાથે ઓનલાઇન બુકિંગ કરી આપવાના બહાને ઠગાઇ આચરવામાં આવી રહી છે. જેમાં ફેબ હોટલ્સ દ્વારા બુકિગ તો લઇને રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી લેવામાં આવે છે. પરંતુ રૂમ બુક કરતા નથી. પરિણામે જ્યારે ગ્રાહકો જે તે હોટલમાં જાય ત્યારે તેમને હોટલમાં રૂમમાં આપતા નથી અને રઝળવુ પડતું હોય છે અને કેટલાક કિસ્સામાં ફેબ હોટલ્સમાંથી રૂપિયા પણ પરત મળતા નથી. જેથી ઠગાઈનો ભોગ બનેલા ગ્રાહક દ્વારા આ ફેબ હોટલ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ કરાઇ રહી છે.

Most Popular

To Top