તો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર હોટલ વિરુદ્ધ એસઓજી કાર્યવાહી કરશે ?
હોટલમાં કૂંટણખાનું ચલાવનાર સંચાલકો અને મેનેજરને કેમ પોલીસ દ્વારા પકડાતા નથી?
પ્રતિનિધિ વડોદરા તા.13
વડોદરાના વારસીયા રિંગ રોડ પર આવેલી ફેબ એચ કે હોટલમાં ધમધમતુ કુંટણખાનું ઝડપાયું હતુ. પરંતુ હજુ હોટલના સંચાલક અને મેનેજર સહિતની ત્રિપુટીને હજુ પકડવામાં આવી નથી. હોટલમાં ગ્રાહકો માટેનું રજિસ્ટર મેઇન્ટેન કરાતુ નથી કે પથિક સોફ્ટવેરમાં પણ એન્ટ્રી કરાતી કરતા ન હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જેથી આગામી દિવસોમાં એસઓજી પોલીસ દ્વારા એચ કે હોટલમાં રેડ કરી તપાસ કરવામાં આવશે કે કેમ તે સવાલ ઉભો થયો છે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલમાં ઘણા સંચાલકો દ્વારા સીસીટીવી નહી રાખી, રજિસ્ટરમાં બહારથી આવતા ગ્રાહકોના નામ અને સરનામાની નોંધ કરતા નથી તથા સોફ્ટવેરમાં પણ એન્ટ્રી કરતા નથી. જેના કારણે એસઓજી પોલીસ દ્વારા આવા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વારસીયા રિંગ રોડ પર આવેલી ફેબ એચ કે હોટલમાં વારસીયા પોલીસ દ્વારા રેડ કરીને કુંટણખાનું ઝડપી પાડવામાં આવતું હતું.nજેમાં 6 લનનાઓ તથા બે ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પરંતુ સંચાલક અને મેનેજર સહિતના ત્રિપુટી ફરાર થઇ ગઇ હતી. પરંતુ વારસીયા પોલીસ દ્વારા કેમ આ ત્રિપુટીની ધરપકડ કરવામાં આવતી નથી?
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ એચ કે હોટલના સંચાલકો અને મેનેજરો હોટલમાં ગેરકાયેદ પરપ્રાંતિય યુવતીઓ બોલાવીને દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા હોવાથી જ્યારે કોઇ ગ્રાહક હોટલમાં આવે ત્યારે તેમની કોઇ પ્રકારની એન્ટ્રી કરવામાં આવતી ન હતી. જેથી આ હોટલવાળા દ્વારા કોઇ રજિસ્ટર મેઇન્ટેન કરતા ન હતા તથા પથિક સોફ્ટવેરમાં પણ કોઇ ગ્રાહકોની એન્ટ્રી નહી કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર હોટલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાતી હોય છે ત્યારે આગામી દિવસોમાં એસઓજી પોલીસ દ્વારા એચ કે હોટલમાં રેડ કરી કાર્યવાહી કરવામા આવશે ?