Vadodara

વડોદરા : ફૂટપાથ બન્યા પાર્કિંગ સ્ટેન્ડ,ગેરકાયદેસર દબાણો ઉભા થતા લોકો રોડ વચ્ચેથી પસાર થવા મજબૂર

સોમા તળાવ થી લઈને પ્રતાપ નગર વૃંદાવન ચોકડી સુધી ફૂટપાથ પર દબાણ ઊભા થયા :

ખાનગી વાહનોનું પાર્કિંગ સાથે લારી ગલ્લાના ધારકોએ ફૂટપાથ પર કબજો જમાવ્યો :

( પ્રતિનિધિ )વડોદરા,તા.28

એક તરફ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રસ્તા પહોળા કરી લોકો સરળતાથી ચાલી શકે તે માટે ફૂટપાથની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ આ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણો થતાં લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.

વડોદરા શહેરના કપૂરાઈ થી સોમા તળાવ તરફ વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર આવેલા ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણનો ખડકલો જામ્યો છે ફૂટપાટ ઉપર વાહનોના પાર્કિંગ સ્ટેન્ડ તેમજ ગેરેજો સહિત ગલ્લા સહિતના ધારકોએ પોતાનો અડીંગો જમાવી લીધો છે જેના કારણે હવે ચાલવાની જગ્યા જ રહી ન હોય લોકોને ના છૂટકે રોડ ઉપરથી જ પસાર થવાની ફરજ પડી રહી છે.

સોમતળાવ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે, સોમા તળાવ ચોકડી વિસ્તરમાં અહીંયા ચાર રસ્તા પર મોટી માત્રામાં હોસ્પિટલો આવેલી છે. કોર્પોરેશનને રોડ કાપી કાપીને ફૂટપાથ બનાયા, સારું કાર્ય કર્યું, પણ પબ્લિકને આ કામ લાગતું નથી. કારણ કે, એટલો બધા દબાણો થઈ ગયા છે. એક તરફ લારી ગલ્લા એક તરફ ફૂટપાથ પર ગાડીઓના દબાણો પબ્લિકને ચાલવાની પણ જગ્યા નથી. લોકોને રોડની વચ્ચોવચથી ચાલીને જવું પડે છે. અને અહીંયા વારંવાર અકસ્માતો થાય છે. પોલીસ, કોર્પોરેશન કોઈ અધિકારી ધ્યાન આપતું નથી. ચાર રસ્તા ઉપર ઘણી ખરી હોસ્પિટલો આવેલી છે. કોઈપણ વ્યક્તિને જ્યારે દવાખાને જવું હોય તો રોડની વચ્ચેથી જ જવું પડે છે અને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટી છે. જેનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એ સારી બાબત છે. અહીંયા ફૂટપાથ પર ગેરેજોવાળાએ પોતાની ગાડીઓ લારી ગલ્લાના દબાણો એટલે ટૂંકમાં આખેઆખો ફૂટપાથ જ દબાવી દીધો છે. સોમા તળાવથી લઈને પ્રતાપ નગર સુધી વૃંદાવન ચોકડી સુધી ઠેર ઠેર દબાણો ઊભા થઈ ગયા છે અને ફૂટપાથનો ઉપયોગ લોકોને થતો જ નથી. એના કરતા તો કોર્પોરેશને રોડ બનાવીને પહોળા કરી દીધા હોત તો સારું હતું.

Most Popular

To Top