125 કોલ પર તાબડતોડ કામગીરી કરાઈ,75 પેન્ડિંગ કોલ પર 40 થી વધુ ફાયર કર્મચારીઓ કામે લાગ્યા
( પ્રતિનિધિ )વડોદરા,તા.6
વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડાને પગલે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો થાંભલા અને હોલ્ડિંગ ધરાસાયી થવાના બનાવો બન્યા હતા. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડને 250 થી વધુ કોલ મળ્યા હતા જેમાંથી 120 જેટલા વૃક્ષ ધરાશાયી થવાના કોલ મળ્યા હતા.

વડોદરા શહેરમાં સોમવારે સાંજે તેજ ગતિએ વાવાઝોડું ફૂંકાયું હતું. સમગ્ર શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. ઠેર ઠેર વૃક્ષો ,હોર્ડિંગ તૂટી પડવા સહિત વીજ થાંભલા પણ નમી પડ્યા હોવાના બનાવો બન્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ત્યારે ફાયર બ્રિગેડ માં કુલ 250 કોલ મળ્યા હતા જેમાંથી 120 ઝાડ તૂટી પડવાના કોલ મળ્યા હતા. હાલ ફાયર બ્રિગેડને મળેલા 250 કોલ પેકી તાબડતોડ 125 જગ્યા ઉપર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે બાકીના પેન્ડિંગ 25 જગ્યા ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના 40 થી વધુ જવાનો જોડાયા હતા. હાલ હવામાન વિભાગની આગાહીને પગલે ગતરોજ ફૂંકાયેલા વાવાઝોડાની પરિસ્થિતિ પરથી બોધપાઠ લઈને હવે તંત્ર કામે લાગ્યું છે. શહેરના બદામની બાગ સ્થિત સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી શહેરની પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.
