Vadodara

વડોદરા ફાયરબ્રિગેડ,108, રેલવે સ્ટેશન પાસેના ઇસ્કોન જનમહલ ખાતે આગનો કોલ ફેક કોલ નિકળ્યો

ફેક કોલ કરનારનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી

(પ્રતિનિધિ) વડોદરા તા. 23

શનિવારે સવારે રેલવે સ્ટેશન સામે આવેલા ઇસ્કોન જનમહલ ખાતે આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર બ્રિગેડ તથા 108 ને મળતા ફાયરબ્રિગેડ ની ટીમ તથા ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં કોઇ આગજનીનો બનાવ ન બન્યો હોય તપાસ કરતાં ફેક કોલ નિકળ્યો હતો જે સમગ્ર મામલે ફાયરબ્રિગેડ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરાઇ છે.

શનિવારે સવારે 10:35 મિનિટે વડોદરા ફાયરબ્રિગેડ કંટ્રોલ રૂમને સાજીદ હુસૈન નામના વ્યક્તિએ મોબાઇલ નંબર 7009478944 નંબર પરથી કોલ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા ઇસ્કોન જનમહલ ખાતેના મોલમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું જેના પગલે દાંડિયાબજાર ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જણાવ્યા મુજબના સ્થળ પર પહોંચી તપાસ કરતાં આવી કોઇ જ આગજની ની ઘટના બની ન હોવાનું જણાયું હતું ફાયરબ્રિગેડ ની સાથે સાથે કોલ કરનારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને પણ આ રીતે કોલથી જાણ કરી હોય ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યારે બીજી તરફ નવલખી જીઇબી ની ટીમ પણ અહીં પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ વર્ધી લખાવનાર સાજીદ હુસૈન નામના વ્યક્તિના મોબાઇલ ફોન પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ જણાયો હતો જેથી ફેક કોલ બાબતે સમગ્ર મામલે અજાણ્યા ઇસમ બાબતે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતાં પોલીસે ફેક કોલ કરનાર ઇસમની તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં અગાઉ પણ આ રીતે ફાયરબ્રિગેડ ને ફેક કોલ કરવામાં આવ્યા હતા તે જ રીતે શહેરની કેટલીક શાળાઓને પણ અજાણ્યા ઇસમો દ્વારા ઇમેઇલ થકી ધમકીભર્યા મેસેજ મળ્યા હતા જેની પોલીસ ધ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ ફેક સાબિત થયા હતા્

Most Popular

To Top