ઉત્તરાયણના તહેવારને લઇ પોલીસને પ્રતિબંધિત વસ્તુના વેચાણ પર સપાટો
ચાઇનીઝ દોરીની રીલ 56 મળી રૂ. 55 હજારનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.8
ઉત્તરાયણના તહેવારને લઇને પ્રતિબંધિ વસ્તુનું વેચાણ કરતા શખ્સો સામે પોલીસે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. જેમાં ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી પાસે તથા ઉંડેરામાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 56 રીલ સાથે બે શખ્સને દબોચી લીધા હતા. પોલીસે 56 દોરીની રીલ મળી રૂ. 55 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, ગુબારા અને તુક્કલનું કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે વેચાણ કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવાની તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. જેના આધારે કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગેરકાયદે ચાઇનીઝ દોરી સહિતનું વસ્તુનું વેચાણ કરી રહેલા શખ્સો સામે કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં ફરતા હતા. દરમ્યાન બાતમી મળી હતી કે ગરનાળા પોલીસ ચોકીની સામે ચાઇનીઝ દોરી લઈને એક શખ્સ ઉભો છે. જેથી પોલીસે સ્થળ પરથી પહોંચીને દોરી સાથે મોહમદસમીર આમીનહુસેન પઠાણ (કુઢેલા ગામ મુળ મીઠા ફળીયા હાથીખાના ફતેપુરા)ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 18 ચાઇનીઝ દોરીની રીલ રૂ. 9 હજાર તથા મોબાઇલ મળી રૂ.19 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે જવાહરનગર પોલીસે ઉંડેરા વિસ્તારમાં જય જલારામનગર સોસાયટીના મકાનમાં રેડ કરીને ચાઇનીઝ દોરી ચાઇનીઝ દોરીની 48 રીલ સાથે ઇમરાન યુસુફ કુરેશીને ઝડપી પાડયો હતો. પોલીસે દોરીની 48 નંગ રીલ રૂ. 36 હજાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.