Vadodara

વડોદરા : ફતેપુરામાં મહિલાની નજર ચૂકવી બે ગઠીયા રૂ. 2.80 લાખના દાગીના ભરેલું બોક્સ ચોરી ગયા


વડોદરા તારીખ 2
24 કલાક ટ્રાફિક થી ધમધમતા ફતેપુરા મેન રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠીયા મહિલા સંચાલકને દાગીના બતાવવાના બહાને રૂપિયા 2.80 લાખના દાગીના ભરેલું બોક્સ લઈને નો દો ગ્યારાહ થઈ ગયા હતા. બંને ગઠીયા ના ગયા બાદ મહિલાએ સીસીટીવી ચેક કરતા ટેબલના ડ્રોવર માંથી એક શખ્સ દાગીના ભરેલું બોક્સ કાઢતા જણાયો હતો.
વડોદરા શહેરના ફતેપુરા મેઈન રોડ પર આવેલી ખુશ્બુ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ખુશ્બુ સુમુખ ગોસાવીએ 1 ઓગસ્ટના રોજ સવારના 11 વાગ્યાના અરસામાં તેમની દુકાન ખોલી હતી. ત્યારે બપોરના એક વાગ્યાના સમય દુકાન બંધ કરી પરત સાંજના ચારેક વાગે દુકાન ખોલી હતી. તે દરમિયાન 5.40 વાગ્યાના અરસામાં બે શખ્સ બાઇક પર ધસી આવ્યા હતા. ત્યારબાદ એક બાઇક પર બેઠો હતો જ્યારે અન્ય શખ્સ દુકાનમાં આવ્યો હતો. તેણે મહિલાને ચાંદીની ચેન તેમજ સોનાનું પેન્ડલ બતાવવા માટે કહ્યું હતું. જેથી મહિલા ચાંદીની ચેન બતાવતી ત્યારે તેણે સોનાનુ પેન્ડલ બતાવવા કહ્યું હતું. જેથી દુકાન માલિક મહિલા સોનાનું પેન્ડલ બતાવતા આ શખ્સ ભાવ પુછી સોના-ચાંદીની વસ્તુઓ ચેક કરવા લાગ્યો હતો. તે વખતે બીજો શખ્સે પણ દુકાનની બહારથી તેમની સાથે વાતચીત કરી સોનાની બુટ્ટી બતાવવા કહયુ હતું અને એક ચાંદીની ચેઈન તેમજ પેંડલ નક્કી કરી તેનો ભાવ પુછતા રૂપીયા 4860 જણાવ્યો હતો અને આ શખ્સે રૂપીયા 500નો બંડલ કાઢી મને પાંચસો રૂપીયા આપી આ વસ્તુ ફાઇનલ કરો અને લેડીઝને લઈને લેવા આવીએ છીએ તેમ કહ્યું હતું. ત્યારે મહિલાએ રૂપીયા પરત આપી દીધા હતા. તેઓના ગયા બાદ મહિલાએ ટેબલનુ ડ્રોવર ચેક કરતા સોનાની બુટ્ટીઓ ભરેલું પ્લાસ્ટીકનુ એક બોક્ષ જણાઇ આવ્યું ન હતું. જેથી સીસીટીવી કેમેરા ચેક કરતા ગ્રાહક તરીકે આવેલ ઇસમો મને 500 નોટ નું બંડલ બતાવ્યા બાદ તેમની નજર ચૂકવીને ટેબલના ખાનામા રૂ.2.80 લાખ 11 જોડી સોનાની બુટ્ટીઓ બોક્સ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મહિલાએ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top