માંજલપુરનું દંપતી બેંકના લોકરમાંથી દાગીના છોડાવી ઘરે જઈ રહ્યું હતું
વડોદરા તારીખ 7
વાસણા રોડ પર બેંકના લોકરમાંથી રૂ. 6.13 લાખના દાગીના લઈને માંજલપુરનું દંપતી ફતેપુરા બાજવાડા પાસે આવ્યું હતું. ત્યારબાદ તેઓ દાગીના ભરેલી થેલી મોપેડ પર લટકાવીને દુકાને છાસ લેવા માટે ગયા હતા ત્યારે કોઈ ચોર તેમની દાગીના ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો. ઘરે ગયા બાદ દાગીના સુધરાવવા માટે જવાનું હોય થેલી શોધતા મળી આવી ન હતી.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે જેના કારણે લોકો હવે પોતાના દાગીના બેંકના લોકરમાં સેફ કરી રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં આવેલી ગૌતમનગર સોસાયટીમાં રહેતા બીનાબેન સચિનભાઈ નાયકે પણ વાસણા રોડ પર નીલમબર સર્કલ પાસે યુનિયન બેન્કના લોકરમાં પોતાના દાગીના મુકેલા હતા. દરમિયાન ચાર માર્કના રોજ તેઓ પતિ સાથે વાસણા નિલામ્બર સર્કલ પાસે બી.સી.એમ કોમ્પલેક્ષમાં યુનિયન બેન્કના લોકરમાં મુકેલ સોનાના દાગીનામાંથી સોનાનો સેટ, મંગળસુત્ર, 2 વીંટી તથા 2 બુટ્ટી મળી રૂ.6 13 લાખના ઘરે ના લઈને સાંજના સમયે પરત ઘરે આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન વચ્ચે મહિલાનું પિયર આવતું હોય ત્યાં આવેલી એક પ્રોવિઝન સ્ટોરની દુકાન પર દાગીના ભરેલી થેલી મોપેડ પર લટકાવીને છાશ લેવા માટે ગયા હતા. દંપતી છાસ લઈને પરત આવ્યું હતું. ઘરે આવ્યા બાદ પતિ પત્ની દાગીના સુધરાવવાના હોય જવેલર્સની દુકાને જવા થેલી શોધખોળ કરતા મળી આવું ન હતી. જેથી ફતેપુરા ખાતે છાસ લેવા ગયા ત્યારે તેનો લાભ લઈને તેમની દાગીના ભરેલી થેલી ચોર ચોરી ગયો હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
