હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી ગયું

વડોદરામાં ભર ઉનાળે શહેરના ફતેગંજ વિસ્તારમાં બુલ સર્કલ પાસે છેલ્લા પાણીની લાઈનમાં લીકેજ હોવાથી હજારો ગેલન પાણી નકામું વહી ગયું છે. એક બાજુ લોકોને પીવાનું પાણી મળતું નથી. ટેન્કરોનો સહારો લેવો પડે છે. બહારથી પાણી વેચાતું લાવવું પડે છે, જ્યારે બીજી બાજુ હજારો લિટર પાણી કોઈપણ જાતનો ઉપયોગ વિના ગટરમાં વહી ગયું છે.

પાલિકા તંત્ર દ્વારા મોડે સુધી કાર્ય પૂર્ણ નથી કરાયું જેના કારણે વિસ્તાર જળ બંબાકાર થઈ ગયો હતો. તંત્ર દ્વારા રીપેરીંગ થાય ત્યાં સુધીમાં તો બીજું હજારો લિટર પાણી નકામું વહી જશે. ફતેગંજ સેફ્રોન ટાવર નજીક બુલ સર્કલ પાસે સતત લીકેજ હોવાના કારણે અવર જવર કરતા વાહન ચાલકો ને તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પાણીના આ બેફામ વેડફાટ છતાં તંત્ર કેમ ચૂપ રહ્યું તે અંગે પણ લોકોએ સવાલો ઉઠાવ્યા છે. આજે બપોરે કોર્પોરેશનના ઉત્તર ઝોનના અધિકારીઓ સ્થળ પર વિઝિટ કરવા પણ ના આવતા લોકો માં રોષ જોવા મળ્યો હતો.

