બિલ્ડર મજીદખાન પઠાને ખોટી વિગતો રજૂ કરી બીજાની જમીન ઉપર પ્રોજેક્ટ શરૂ કરતા રેરામાં ફરિયાદ :
રેરા ઓથોરિટી દ્વારા બીજો હુકમ ન થાય ત્યાં સુધી બિલ્ડરને આ પ્રોજેક્ટમાં નવા યુનિટ બુક કરવા કે વેચવા મનાઈ કરવામાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.27
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા એક મહિલાએ ફતેગંજના ઇનબ્રિક્સ ડેવલોપર્સના બિલ્ડર મજીદ ખાન પઠાણ સામે ગુજરાત રાજ્ય રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી મા ફરિયાદ નોંધાવતા હાલ આ પ્રોજેક્ટ રેરા દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે. બિલ્ડરે ખોટી વિગતો રજુ કરી અને બીજાની જમીન ઉપર રહેણાંક પ્રોજેક્ટ શરૂ કર્યો તેમ જ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં પણ બિલ્ડર દ્વારા વીએમસી પાસેથી બાંધકામની મંજૂરી પણ મેળવી લીધી હતી.
વડોદરા શહેરમાં ઈન બ્રિક્સ ડેવલોપર્સના બિલ્ડર મજીદ ખાન પઠાણ વિરોધ ફરિયાદ થતા રેરાએ આ બિલ્ડરનો પ્રોજેક્ટ અટકાવી દીધો છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચંદ્રવલી સોસાયટી ખાતે રહેતા સુધાબેન જશવંતભાઈ પટેલે રેરામાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વડોદરા શહેરના મોજે સયાજીગંજ વિભાગના ફતેગંજ વિસ્તારમાં આવેલ સીટી સર્વે નંબર 1232 થી લઈ 1243 વાળી જમીન તારીખ 6 ડિસેમ્બર 2016 ના એકત્રીકરણના હુકમથી એકત્રિત કરી સીટી સર્વે નંબર 1232 માં આપવામાં આવી છે. તે પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીમાં પ્લોટોનો લે આઉટ પ્લાન તારીખ 15 ફેબ્રુઆરી 1974 થી મંજુર થયેલ અને તે મુજબ કુલ 19 પ્લોટો પાડવામાં આવ્યા. જે 19 પ્લોટો પૈકી પ્લોટ નંબર 18 કે જે 936.86 ચોરસ મીટર 10,375 ચોરસ ફૂટ તથા પ્લોટ નંબર 19 જેનું માપ 1306.64 ચોરસ મીટર 14064.68 ચોરસ ફુટ વાળા ખુલ્લા પ્લોટમાં તારીખ 5 ઓક્ટોબર 2022 ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી તારીખ 5 ઓક્ટોબર 2022 ના બાંધકામની રજા ચિઠ્ઠી મેળવીને ધ વિસ્ટા રેસીડેન્સીયલ પ્રોજેક્ટ આ ઓથોરિટીમાં રજીસ્ટર નંબરથી તારીખ 17 માર્ચ 2023 ના રોજ રજીસ્ટર કરાવ્યો છ. આ પ્રોજેક્ટ તારીખ 1 ઓક્ટોબર વર્ષ 2022 થી શરૂ થયો છે અને 2 ડિસેમ્બર 2026 ના રોજ પૂર્ણ થશે. ફરિયાદી સુધાબેને કરેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે ધ વિસ્ટા રેસીડેન્સીયલ પ્રોજેક્ટ બની રહ્યો છે, તેના ઉપર દાવેદારી કરી અને આ જમીનના ખોટા કાગડો ઊભા કરી અને રેરામાં પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યો હતો તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી પણ બાંધકામ માટેની રજા ચિઠ્ઠી ખોટી રીતે મેળવી હોવાનું જણાવ્યું હતું. બિલ્ડરે ઓક્ટોબર 2020 માં વીએમસીની રજા ચિઠ્ઠીના આધારે રેરામાં આ પ્રોજેક્ટ મંજૂર કરાવ્યો અને જે જગ્યા ઉપર પ્રોજેક્ટ બનાવાય રહ્યો છે, તેનો કેસ પણ વડોદરાની સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને કોર્ટે પણ તેના ઉપર સ્ટે આપ્યો છે. ટ્રિબ્યુનલે જજમેન્ટમાં કહ્યું છે કે, કોર્ટે જમીન માલિકી અને કબજા અંગે યથાવસ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલો હોય બિલ્ડર એલોટીને ફ્લેટનો કબજો આપી શકે નહીં તેવી સ્થિતિ ઊભી થાય છે. ત્યારે, આવા સંજોગોમાં ધવિસ્ટાર રેસીડેન્સીયલ પ્રોજેક્ટ માટે બિલ્ડરને રજીસ્ટ્રેશન આપેલું છે તે ફેર વિચારણા ને પાત્ર છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને બાંધકામ માટે આપેલ રજા ચિઠ્ઠી રદ કરેલ હોય અને બાંધકામ કરવા સામે પ્રતિબંધ મુકેલો હોય તો વિસ્તાર રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં કોઈ નવા યુનિટ બુક કરવા નહીં કે વેચવા નહીં તેઓ સામા વાળા સામે ઓથોરિટીના બીજા હુકમ સુધી મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.