પ્રતિનિધિ વડોદરા તા.19
સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કંપનીના માલિકનો ફોટો મુક્યા બાદ એકાઉન્ટને મેસેજ કરીને કંપનીના નવા પ્રાજેક્ટ મારે રૂપિયા જરૂર છે તેમ કહી રૂ.69 લાખ પડાવી લીધા હતા. તેમ છતાં વધુ રૂપિયાની માગણી કરતા હોય એકાઉન્ટને શંકા જતા કંપનીના માલિકની પત્નીને ફોન કરતા ફ્રોડનો ભાંડો ફુટ્યો હતો. જેથી એકાઉન્ટન્ટે સાઇબર ક્રાઇમમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા વડોદરા સ્કાઇઝમાં રહેતા સંજય ગોપિવલ્લભ ભટ્ટાચાર્યે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે હુ એનર્જી ટેક્નોલોજીસ લિમિટેડ કંપનીમાં સીનીયર મેનેજર એકાઉન્ટ્સ તરીકે નોકરી કરુ છે. ગત 17 ઓક્ટોબરના રોજ સવારે મારી ઓફીસમા હાજર હતો. તે દરમિયાન મારા મોબાઈલ વોટસેપ ઉપર એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. આ મોબાઈલ નંબરના વોટસેપ પર અમારી કંપનીના માલીક અંકુર જૈનનો ફોટો પ્રોફાઈલમા મુકેલો હતો. તેના પરથી અંકુર જૈન નામ લખાઈને એક મેસેજ મને આવ્યો હતો જેમાં આ તેઓનો નવો મોબાઈલ નંબર છે અને તેઓ હાલ સરકારી કર્મચારી સાથે મીટીંગમા છે અને તેઓને કંપનીના નવા પ્રોજેક્ટ માટે રૂપિયાની જરૂર રહેશે તેમ કહી કંપનીના ખાતામાં કેટલુ બેલેન્સ તેમ પુછયું હતું. જેથી મે તેઓને કહ્યું હતું કે રૂપિયા ટ્રાંસફર કરી આપશુ પરંતુ પૈસા ક્યા કારણસર જોઈએ છે? તથા જે કારણે પૈસાની જરૂર છે તેના માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ આપો. જેથી તેઓએ મને વોટસેપમા મેસેજથી જણાવ્યું હતું કે, તેઓ અત્યારે મીટીંગમા છે અને ડોક્યુમેન્ટ પછી આપી દેશે. અત્યારે પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ માટે એડવાન્સ પેટે 69 લાખ ટ્રાંસફર કરવાના થશે તેમ કહી મને બેંક ખાતાનો નંબર પર મોકલ્યો હતો. માલિકનો ફોટો હોય સામાવાળા ઠગની વાતોમાં આવી ગયો હતો અને તેઓ અમારી કંપનીના માલીક અંકુર જૈન જ છે તેમ સમજી કંપનીના ખાતામાંથી સામાવાળાના ખાતામાં રૂપિયા 69 લાખ ટ્રાંસફર કરી આપ્યા હતા. ત્યારબાદ પણ ઠગે મને મેસેજ કરી પાસે વધુ પૈસા માંગતા મને શંકા થતા મે કંપનીના માલીક અંકુર જૈનના પત્ની અવની બહેનના મોબાઈલ નંબર ઉપર ફોન કરી મોબાઈલ નંબર આપી પુછતા અંકુરભાઈનો આવો કોઈ મોબાઈલ નંબર નથી તેમ કહ્યું હતુ. જેથી કંપનીના માલીકનો ફોટો પ્રોફાઇલમાં મુકીને ફ્રોડ વિરુદ્ધ સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે.