ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ, તમે ખોટા સોશિયલ મીડિયા આઇડી બનાવી માસુમ છોકરીઓને ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવો છો, તેમ કહીને વેપારી પાસેથી મહિલા સહિતની ટોળકી એ દોઢ લાખ પડાવ્યા હતા. વધુ રૂપિયાની ટોળકીએ માંગણી કરતા વેપારીએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. કંટાળીને વેપારીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિતની પાંચ લોકોની ટોળકીનો 1500 કિલોમીટર સુધી પીછો કરીને તેમને ઝડપી પાડ્યા હતા .
આણંદ જિલ્લાના નાપાડ તાલુકાના તળપદ ગામે રહેતા અને જમીન મકાન લે-વેચનો ધંધો કરતા વેપારીએ કપુરાઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 24મી ડિસેમ્બરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પર જીયા પટેલના પ્રોફાઈલ પરથી HIનો મેસેજ આવ્યો હતો. ત્યારબાદ તેણે તેમને કહ્યું હતું કે, પ્રોપર્ટી માટે તમને એકવાર મળવું છે. વાતચીત થયા બાદ બંને મિલકતના કામ માટે મળવાનું નક્કી થયું હતું. 26 ડિસેમ્બરે બપોરના દોઢ વાગ્યાની આસપાસ જીયા નામની યુવતીનો ફોન આવતા આજવા ચોકડી પાસે બોલાવ્યા હતા જેથી વ્યાપારી તેમને મળવા માટે આજવા ચોકડી પાસે ગયા હતા બોલાવતા હું ગયો હતો.
વેપારી યુવતીને બેસાડીને થોડે આગળ નીકળ્યા હતા ત્યારે તેણે વેપારીને કહ્યું હતું કે તેને જ્યાંથી બેસાડી હતી ત્યાં ફરી ઉતારી દો. જેથી વેપારી ફરી યુવતીને ફરી આજવા ચોકડી પાસે આવેલી સમૃદ્ધિ સોસાયટીના ગેટ પાસે લઈને ગયા હતા ગયો હતો. યુવતીને કારમાંથી ઉતારતા સમયે ત્રણ વ્યક્તિઓ અચાનક ધસી આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે, અમે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવીએ છીએ તમે ખોટા સોશિયલ મીડિયા આઇડી બનાવી માસુમ છોકરીઓને ફસાવવાનો ધંધો કરો છો તેમ કહી મને ડ્રાઇવર સીટથી નીચે ઉતારી પાસેની સીટ પર બેસાડી દીધો હતો અને તેઓ કાર સિકંદરપુરા ગામ તરફ લઈ ગયા હતા.જ્યાં વેપારીના બેન્ક ખાતામાંથી પ્રથમ 2 હજાર અને બાદમાં 98 હજાર મળી તેમના ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વેપારીને ઉતારીને ટોળકી ભાગી ગઈ હતી.
વડોદરા એલસીબી ઝોન -3ના પીએસઆઇ બી જી વાળા સહિતની ટીમે વેપારીની ફરિયાદના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી હતી. દરમિયાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સ તેમજ સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓ સાથે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ ગાડી મળી આવી હતી. આ તમામ આરોપીઓની પોલીસ દ્વારા સઘન પુછપરછ કરતા તેઓએ હનીટ્રેપનો ગુનો હાજરી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની કબુલાત કરી હતી.
આરોપીઓને શોધવા માટે પોલીસ 1500 કિમી ફરી
હનીટ્રેપના આરોપીઓને શોધવા માટે એલસીબી ઝોન – 3ની ટીમ લોકેશનના આધારે આરોપીની પાછળ પાછળ દોડી હતી. સૌથી પહેલા એલસીબી ઝોન 3ની ટીમને માહિતી મળી હતી કે, આરોપીઓ રાજકોટમાં છે. જેથી ટીમ રાજકોટમાં ગઈ હતી. ત્યારબાદ અમદાવાદ અને ચાંગોદર પણ ગઈ હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલા જ આરોપીઓ ત્યાંથી નીકળી જતા હતા. છેવટે વડોદરામાં આવતા જ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ વધુ એક શિકારની શોધમાં હતા જોકે, તેઓ કોઈને શિકાર બનાવે તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા હતા. આરોપીએ મળીને વેપારી પાસેથી 1.10 લાખ રૂપિયા રોકડા અને વીંટી પડાવી લીધી હતી અને વધુ રૂપિયા પડાવવા માટે ફોન પર બદનામ કરવાની ધમકી આપતા હતા. જેથી વેપારી બદનામીના ડરથી આપઘાત કરવાનું નક્કી પણ કરી લીધું હતું. પરંતુ તે પહેલા જ પોલીસ વેપારી હતી અને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું અને આરોપીઓ ને પણ દબોચી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ
- કલ્પેશભાઇ દિલસુખભાઇ અગ્રાવત રહે. જીલરીયા તા.પડધરી જી.રાજકોટ
- વૈશાલી મૌલીકભાઈ પુજારા રહે. વરાછા સુરત શહેર
- અજય કિશોરભાઇ અગ્રાવત ઉ.વ.31 રહે. રાજકોટ શહેર
- વિનોદ ગોરધનભાઇ જાદવ રહે. મુંજકા ગામ, રાજકોટ
- માયાભાઇ ભગુભાઇ શેયડા ઉ.વ.33 રહે. વરાછા, સુરત
DCP ઝોન – 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, એક આરોપી ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને છોકરી નામથી વાત કરતો હતો અને પછી આરોપી યુવતી ફરિયાદીને મળવા માટે જતી હતી. આ દરમિયાન પાંચેય આરોપી ભેગા થઈને પોલીસની ઓળખ આપીને ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા ખંખેરી લેતા હતા. બે આરોપી તો સુરતના સારોલી અને કતારગામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપના કેસમાં વોન્ટેડ છે અને અને અન્ય આરોપી સામે રાજકોટ અને ગોંડલમાં પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.