કિશોર ધો.12 અને કિશોરી ધો.10 માં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું :
પ્રેમ સંબંધ આગળ પાંગરસે નહીં તેવી ભીતિ થી બંને જણાએ મોતની લગાવી હતી છલાંગ :
વડોદરા જિલ્લાના સાવલીના કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં કિશોર અને કિશોરીએ નદીમાં મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરવાના પ્રકરણમાં બે દિવસ બાદ આજે એનડીઆરએફના જવાનોને મૃતદેહ મળી આવ્યા છે. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં બે દિવસ પૂર્વે એક કિશોર અને કિશોરીએ નદીમાં ઝંપ લાવ્યું હતું. છેલ્લા બે દિવસથી ફાયર બ્રિગેડ દ્વારા નદીમાં કિશોર અને કિશોરીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જો કે તેમની કોઈ ભાળ મળી ન હતી. તેવામાં એનડીઆરએફની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન મહી નદીમાં કિશોર અને કિશોરીના આત્મહત્યા કરવાના પ્રકરણમાં બે દિવસ બાદ આજે એનડીઆરએફના જવાનોને બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

નોંધનીય છે કે, બ્રિજ નીચેથી બિનવારસી હીરો સ્પ્લેન્ડર બાઈક તેમજ ચપ્પલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવતા તેઓની પ્રાથમિક ઓળખ થતી થઈ હતી. સ્પ્લેન્ડર બાઈક પાસેથી જેકેટ અને ચપ્પલ મળી આવ્યા બાદ આત્મહત્યાની આશંકાએ મહી નદીમાં તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વિવેક સોમાભાઈ ભોઈ રહેવાસી નામીસરા તાલુકો સાવલી અને જયુબેન લાલજીભાઈ ગોહિલ દેવલીયાપુરા સાવલીનાઓએ મોતની છલાંગ લગાવી હતી. બે દિવસ બાદ બંનેના મૃતદેહ મળી આવતા બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બનાવને લઈને સાવલી પોલીસને પણ જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ બંન્નેમાંથી કિશોર ધોરણ 12 માં અને કિશોરી ધોરણ 10 માં વાંકાનેર એન.ડી.ભાવસાર શાળામાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
