એમપીના દેવાસ ખાતે અકસ્માતમાં કંડકટર ડ્રાઈવર સહિત 6 થી વધુ લોકોને સામાન્ય ઈજા :
ટ્રાવેલ્સ તરફથી યોગ્ય સુવિધા આપવામાં નહીં આવી હોવાના આક્ષેપ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરાથી ખાનગી ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ કુંભ ખાતે ગયેલી 54 યાત્રાળુઓ ભરેલી લક્ઝરી બસને મધ્યપ્રદેશના દેવાસ ખાતે અકસ્માત નડ્યો હતો. જેમાં કંડકટર ડ્રાઇવર સહિત 6 થી વધુ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જ્યારે કેટલાક યાત્રાળુ હોય ટ્રાવેલ્સ તરફથી યોગ્ય સુવિધા આપવામાં નહીં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.
પ્રયાગરાજ ખાતે 144 વર્ષ પછી મહા કુંભનો અદભુત સંયોગ રચાયો છે ત્યારે અહીં દેશ અને વિદેશમાંથી પણ ભક્તો મોટી સંખ્યામાં કુંભમાં ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. વડોદરા શહેરમાંથી પણ ભક્તો મહાકુંભ પ્રયાગરાજ ખાતે જઈ રહ્યા છે. ત્યારે, શ્રદ્ધાળુઓ ભરેલી એક ખાનગી લકઝરી બસને અકસ્માત નડ્યો હોવાનો બનાવ બન્યો હતો.મળતી માહિતી પ્રમાણે વડોદરાના તરસાલી વિસ્તારમાંથી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ મારફતે યાત્રાળુઓ પ્રયાગરાજ મહાકુંભ ખાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના દેવાત ખાતે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. યાત્રિક હર્ષ પાઠકે જણાવ્યું હતું કે, અમે વડોદરાથી પ્રયાગરાજ તરફ જઈ રહ્યા હતા કુંભ માટે, જેમાં દેવાસ બાજુ એમપીમાં અમારી બસનો રાત્રે એકસીડન્ટ થયો હતો. જેમાં મારી બસમાં 54 જણા હતા. તેમાંથી 6ને વાગ્યું છે. જેમાં એક અમારી સાથે ગર્ભવતી મહિલા હતી, તેઓને ઘૂંટણમાં ઈજા થઈ છે. એક વૃદ્ધ મહિલા હતા. જેમને લોવર બેડ સીટ હતી. તો પણ અપર સીટ આપવામાં આવી હતી તેમજ એ માંડ માંડ ઉપર ચઢીને બેઠા હતા. એમને પણ અકસ્માત થયો ત્યારે બેઠો માર વાગ્યો હતો. તેમને છાતીમાં દુખાવો અને પાછળના ભાગે પ્રોબ્લેમ થયો હતો. એક કપલ આધેડ કાકા કાકી હતા એમને પણ વાગ્યું છે. કાકાને ગૂંથણ પર અને કાકીને માથામાં વાગ્યું છે અને બીજા એક મહિલા જેમને પાછળ સ્પાઇનમાં વાગ્યું છે. બેઠા હતા અને એક દમ અકસ્માતમાં ઝટકો વાગ્યો એના કારણથી વાગ્યું હતું અને ટ્રાવેલ્સ તરફથી અમને કોઈ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી તેવા તેમણે આક્ષેપ પણ કર્યા હતા. હાલ આ સર્જાયેલા અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ નથી. સામાન્ય ઈજા પહોંચી હોવાની માહિતી મળવા પામી હતી.