Vadodara

વડોદરા પ્રથમ વખત ગૌરી અલકાપુરી દ્વારા આવનારી લગ્ન સિઝનને ધ્યાનમાં રાખી “બ્રાઈડલ બેઠક”નુ આયોજન કરાયું

સંસ્કારી નગરી વડોદરા શહેર નારી ની સૌંદર્યતાના નીખાર માટે અનેકો અનેક વર્ષોથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

જેમાનું એક આગવું નામ “ગૌરી” સન ૧૯૪૧ થી છેલ્લા ૮૪ વર્ષોથી એટલે કે ૮ દાયકાથી કાર્યરત છે જે વિશ્વાસ અને ગુણવતાની પ્રથમ હરોળ માં સતત રહ્યું છે. જેની શરૂઆત ૪૦૦ સ્કે.ફીટ થી કરવામાં આવેલ હતી, આજે ૧૨,૦૦૦ સ્કે.ફીટ માં ફેલાઈને શહેરમાં અગ્રીમ સ્થાન પામેલ છે. જેઓએ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સન્નારીઓના હ્રદયમાં સ્થાન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલ છે. કવોલિટી અને વ્યાજબી કિંમત એટલે કે ઓછા નફા ધોરણથી પોતાનો વ્યવસાય ધરાવે છે.

આજકાલની પેઢી હવે ઘરમાં કોઈપણ શુભ પ્રસંગો હોય તેને આગવી શૈલીમાં ઉજવવામાં ઉત્સુક હોય છે તેને ધ્યાનમાં લઈ ને ગૌરી પરીવારે “લગ્ન-શાદી” પ્રસંગોમાં શરૂઆત થી અંત સુધીમાં જરૂરીયાતોને ધ્યાનમાં લઈને ૨ દિવસની “બ્રાઈડલ બેડક” નામની ઇવેન્ટ રાખેલ છે. આ પ્રકારની ઇવેન્ટ વડોદરા શહેર જ નહી પણ કદાચ કયાંય કોઈએ કરી નહી હોય કે વિચારી નહીં હોય.

“બ્રાઇડલ બેઠક” ૨૦૨૫ ઇવેન્ટ ગૌરી RMS, મિરાકી, અલકાપુરી ખાતે તા.૧૩ ના રોજ સવારે ૧૧ થી રાત્રે ૮ કલાક સુધી યોજવામાં આવી હતી, જેમાં તમામ ગ્રાહક મિત્રો, સ્નેહીઓ, વહેપારીઓએ આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મુખ્યત્વે આ ઇવેન્ટ માં એકજ સાથે બ્રાઇડલને લગતા તમામ એજન્સી ના સ્ટોલ-પ્રદર્શન એકજ સ્થળે જોવા મળ્યા હતા. જેમાં બ્રાઈડલ વેર, રીયલ એન્ડ ઇર્મીટેશન જવેલરી, કેટરીંગ, સ્વીટસ, ડેકોરેટર્સ, સ્ટાઇલીસ્ટ, ગીફટ હેમ્પર, ડીઝાઈનર બ્લાઉસ, એન્કર, સ્કીન સ્પેશ્યાલીસ્ટ જેવી તમામ જરૂરીયાત ના સ્ટોલ્સ-પ્રદર્શન ઉપ્લબ્ધ હતા.

આ ઇવેન્ટ થી શહેર તથા આજુબાજુનાં ગ્રામ્યમાં પ્રત્યેક કુટુંબમાંથી આવનાર શુભ પ્રસંગોમાં પ્રસંગની શરૂઆત થી અંત સુધીની જરૂરીયાતો સંતોષાઈ છે.

તા.૧૨ ના રવિવારના રોજ આ ઇવેન્ટ ના આગલા દિવસે મેઝલ વ્યાસ, ધૃતિકા ઠક્કર જેવા સેલિબ્રિટીઝ સાથે તમામ લાગતા વળગતા બ્રાઈડલ થીમને લઇને ફેસન શો યોજવામાં આવ્યો હતો, જેનાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી રાધિકારાજે ગાયકવાડ, તથા શહેરના માજી સાંસદ રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શહેરના નામાંકિત બિઝનેસ વુમન પણ હાજર રહીને શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.

Most Popular

To Top