Vadodara

વડોદરા : પ્રતાપનગર ખાતે આવેલા ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં પોલીસ દ્વારા પંચનામું કરાયું

સેન્ટરમાં માસૂમ બાળક પર ગુજારવામાં આવેલા અત્યાચાર મામલે પોલીસ તપાસ શરૂ

વડોદરા તારીખ 1
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર ડેવલોપમેન્ટમાં ચાર વર્ષના માસુમ બાળક પર અમાનુશી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસે આજે જ્યાં બાળકને ટોર્ચર કરાયું હતું ઉપરાંત વાલીઓ સાથે જ્યાં બેઠક કરાતી હોય તે ઓફિસ સહિતના સ્થળ પર પંચનામું કરાયું હતું.
વડોદરા શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડ કોટર સામે ઇન્ફીનિટી ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ચાર વર્ષના બાળક પર ડોક્ટર મીરા અને તેના સહાયક પૂજા દ્વારા અમાનુશી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બાળક સેન્ટરમાં જતુ ન હોવાના કારણે તેના માતા પિતાને શંકા જતા તેમની પાસે સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. જે આપતી વેળા પર આ બંને ટીચરો દ્વારા બાળકના માતા પિતા સાથે પર ઝપાઝપી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે માતા પિતાએ સીસીટીવી ફૂટેજ જોયા હતા ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળક પર આ રીતના અત્યાચાર ગુજરાતના બંને ટીચરો સામે અન્ય વાલીઓમાં પણ ભારે રોષ ફેલાયો હતો. પોલીસે ડોક્ટર મીરા અને પૂજાને નોટિસ આપી હતી આજે તે લોકોને નિવેદન માટે બોલાવવામાં આવશે. દરમિયાન પોલીસની ટીમ આજે 1 એપ્રિલના રોજ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટર ખુલ્લું હોય તપાસ કરવા માટે પહોંચી હતી. જેમાં પોલીસ દ્વારા બાળકને જે જગ્યા પર ટ્રેનિંગ આપવામાં આવતી હતી તે રૂમ એટલે કે જ્યાં રૂમમાં બાળક પર દમણ ગુજારી હતું ત્યાં ઉપરાંત વાલીઓને બોલાવીને બેઠક કર્યા બાદ સમજાવવા સાથે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. તે જગ્યા પર પોલીસ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું હતું. બાળક પર આ રીતે ગુજારવામાં આવેલા ત્રાસ બદલ આ બંને ટીચરો વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top